GSTV
Home » News » રાજકોટને રોહિત અને ધવન માટે આ રહ્યો અફસોસ, બંને ખેલાડીઓ તક ચૂકયા

રાજકોટને રોહિત અને ધવન માટે આ રહ્યો અફસોસ, બંને ખેલાડીઓ તક ચૂકયા

ખંઢેરી સ્ટેડિયમ પર આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વનડે ભારે રસપ્રદ બની હતી. સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં ક્રિકેટ રસિયાઓ આ રોમાંચક મેચ નિહાળવા આવી પહોંચ્યા હતા. પહેલા દાવમાં ભારતે ફટકારેલા ૩૩૯ રન ક્રિકેટ ચાહકો માટે અત્યંત મનોરંજક બની રહ્યા હતાં. તેમાંય વિરાટ કોહલી, શિખર ધવન અને કે. એલ. રાહુલની ઇનિંગે શિયાળાની બપોરને વધારે ઉષ્માભરી બનાવી દીધી હતી.

કોહલીએ તેની ૯૯મી ફિફ્ટી આજે ખંઢેરીમાં ફટકારી હતી. દર્શકોની ચિચિયારીને પરિણામે મેચની એક-એક ક્ષણ હાઇવોલ્ટેજ બની રહી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમે ખંઢેરી ખાતે રમાયેલી પહેલી વનડે યાદગાર બની રહી હતી. રોહિત શર્માને તેની કારકિર્દીના નવ હજાર રન પૂરા કરવાની અહીં અદ્ભુત તક હતી, પણ તે ચૂકી ગયો હતો. એ જ પ્રમાણે શિખર ધવન તેની સદી માત્ર ચાર રન માટે ચૂકી ગયો તેનો રાજકોટના ક્રેકેટ શોખીનોને ભારે વસવસો થયો હતો.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે ભારત-ઓસ્ટ્રેલિયાનો મેચ જેટલો જોવા લાયક ગઈ હતી. ટીમ ઇંડિયાનો પહેલો દાવ આવતા ક્રિકેટ રસિકોને જાણે કે લોટરી લાગી ગઈ હતી. તેમાંય રોહિત શર્મા અને શિખર ધવનની ધમાકેદાર શરૂઆત. એક-એક શોટ પર પ્રેક્ષકો ઝૂમી ઊઠતા હતા.

ક્રિકેટ પ્રેમીઓ ખુરશીઓ પર કૂદકા લગાવતા હતા. મેદાનમાં બેઠેલા અડધાથી વધુ ક્રિકેટ એવા ક્રેઝી હતા જેમણે આ મેચ ખુરશી પર બેસવાને બદલે ઊભા-ઊભા નિહાળી હતી. તેમના ઉત્સાહને લીધે માહોલ ચાર્જ અપ થઈ ગયો હતો. ભારતીય ટીમે ૩૩૯ રનનો વિશાળ પહાડ ખડકી દેતા દર્શકોને પૈસા વસૂલ થઈ ગયા હોવાની લાગણી અનુભવાઈ હતી.

સાંજ ઢળતી ગઈ તેમ ઠંડી વધતી જતી હતી, પણ ખેલાડીઓ અને દર્શકોના જુસ્સાએ વાતાવરણમાં ગરમાવો બનાવી રાખ્યો હતો. લગભગ ઇંડિયાની દરેક મેચમાં જોવા મળતો ક્રિકેટ પ્રેમી સુધીર અહીં પણ જોવા મળ્યો હતો. તે ગઈ કાલે ટીમ ઇંડિયાની નેટ પ્રેક્ટીસ વખતથી જ ઝંડો ફરકાવતો સ્ટેડિયમમાં ઉપસ્થિત હતો. પ્રેક્ષકોએ ચહેરા પર ઝંડાના ટેટુ કરાવ્યા હતા. ઘણાના હાથમાં રાષ્ટ્રધ્વજ હતો, તો ઘણાએ ટીમ ઇંડિયાની જર્સી પહેરી હતી.

જર્સી પહેરનારા મોટા ભાગના દર્શકોએ વિરાટ કોહલીની જર્સી પહેરી હતી. તેઓ વિરાટની લાંબી ઇનિંગ જોવાની ઇચ્છા લઈને પ્રેક્ષાગારમાં પ્રવેશ્યા હતા અને તેમની ઇચ્છા પૂરી થતા જાણે ભગવાનનો આભાર માન્યો હતો. ગઈકાલની મેચમાં મોજ, મસ્તી અને મનોરંજનનો ત્રિવેણી સંગમ રચાયો હતો. રવિન્દ્ર જાડેજા મેદાનમાં ઊતરતા તેને દર્શકોએ હર્ષભેર વધાવ્યો હતો.

મેચની શરૂઆતમાં હજારો સીટો ખાલી દેખાઈ

મેચની શરૂઆતથી લઈને ઘણી ઓવર્સ લગી સ્ટેડિયમની હજારો સીટો ખાલી દેખાઈ હતી. જોકે બાદમાં ભરાઈ ગઈ હતી અને આખું સ્ટેડિયમ પેક થઈ ગયું હતું. મેદાનની બહાર ચેકિંગ સ્ટાફ દ્વારા ધીમી ગતિએ કામગીરી કરવામાં આવી હોવાથી મેચ શરૂ થઈ ગયા પછી પણ હજારો પ્રેક્ષકો એવા હતા જે બહાર લાઇન લગાવીને ઊભેલા હતા. મેદાનની બહાર વાહનોના પાર્કિંગમાં પણ ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી. તેના લીધે દર્શકોને હેરાન થવું પડયું હતું.

READ ALSO

Related posts

વર્ષ ૨૦૦૮થી ગુજરાતીઓ અમેરિકા પાસે કરી રહ્યા છે આ માગ, શું ડોનાલ્ડ ટ્રમ્પ આપશે ભેટ ?

Nilesh Jethva

ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની મેલેનિયાની સુપરમોડલથી લઈને ફર્સ્ટ લેડી સુધીની સફર

Nilesh Jethva

ટ્રમ્પની સફળતા અને વિવાદોની 25 કહાની, ઉદ્યોગપતિથી લઈ વિશ્વના સૌથી શક્તિશાળી વ્યક્તિ સુધીની સફર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!