GSTV

ન્યૂડ વિડીયો કાંડ / ક્રાઇમ બ્રાન્ચ એક્શન આવી એક્શનમાં, ફૂટેજ કેટલા સાચા તે અંગે થશે તપાસ

Last Updated on October 1, 2021 by Pritesh Mehta

રાજકોટની હોટેલ ઇમ્પીરિયલ પેલેસમાં યુવતીનો ન્યૂડ ડાન્સનો વીડિયો વાઇરલ થયો. જે અંગે ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરીને પોલીસ કમિશનર કચેરી ખાતે ઝોન-1ના DCP મનોહરસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી. આ સમગ્ર મામલે એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ સમગ્ર મામલે પોલીસ સોર્સ અને ઓથેન્ટિસિટી ઓફ ધ વીડિયો અંગે વેરિફાઇ કરી રહી છે. જે કંઇ બનાવ બન્યો છે તે જગ્યા પર આવી કોઇ મોટી પાર્ટી હતી કે નહીં. હોટલના તમામ માળના સીસીટીવી ફૂટેજ એન્ટ્રી-એક્ઝિટના સીસીટીવી ફૂટેજ, રજીસ્ટરની ઝેરોક્ષ મેળવીને તપાસ હાથ ધરાઇ છે.

ઝોન-1ના ડીસીપી મનોહરસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે, કુલ બે વીડિયો વાઇરલ થયા છે. તે બંને વીડિયો ચેક કર્યા છે અને બીજા નંબરનો હોટલની અંદરનો વીડિયો છે તે વીડિયો ઓથેન્ટિક લાગતો નથી. વીડિયોમાં બેકગ્રાઉન્ડ મેચ થતું નથી. બીજા નંબરના વીડિયોને અમે પ્રાથમિક દ્રષ્ટિએ ઓથેન્ટિક માનતા નથી. તેમ છતાંય આગળની તપાસ કરીશું. ફર્સ્ટ વીડિયોની વાત કરીએ તો તેના આધારે અમે ઇમ્પીરિયલ હોટલ લોકેટ કરી છે. હાલમાં પોલીસ વીડિયો અંગે ફોરેન્સિક તપાસ કરશે. નકકર પુરાવા મળ્યા બાદ જ ફરિયાદ દાખલ કરાશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

GSTVની ઈમ્પેક્ટ / કચ્છના નાના રણમાં ગેરકાયદે દબાણો કરાયા દૂર, અગરીયાની આડમાં ભૂમાફીયાઓનો હતો કબજો

GSTV Web Desk

Covid Test / કોરોનાનું ટેસ્ટીંગ ઘર બેઠા જ કરવાનો વધ્યો ટ્રેન્ડ, અમદાવાદમાં સેલ્ફ ટેસ્ટ કીટના વેચાણમાં ધરખમ વધારો

GSTV Web Desk

ઓનલાઇન પઝલ / સોશિયલ મીડિયા પર વાયરલ થયો ફોટો સાથે આ પ્રશ્ન, જવાબ આપવામાં તમે પણ ખાઈ જશો થાપ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!