GSTV
Rajkot Trending ગુજરાત

તંત્રની ઢીલી નીતિ / રાજકોટમાં ગ્રામ્ય વિસ્તારોમાં બિસ્માર રસ્તાના કારણે લોકોને ભારે હાલાકી, ક્યા છે સંવેદનશીલ સરકાર?

રાજકોટ

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પાંચ જેટલા ગામોને જોડતો રસ્તો છેલ્લા ત્રણ વર્ષથી ખરાબ છે. આ રસ્તો મંજુર થયો છતાં પણ એક વર્ષથી રસ્તો નહીં બનતા ગ્રામજનોમાં આ બિસ્માર રસ્તાને લઇને ખૂબજ નારાજગી જોવા મળી રહી છે.

ઉપલેટા તાલુકાના પાંચ ગામોને જોડતા આ રસ્તાની હાલત 3 વર્ષની ખૂબજ ખરાબ છે. ભાંખ, ત્રણ કલારિયા, ટીંબડી તેમજ મોજીરા સહિતના ગામો અને તાલુકા મથકને જોડતો રસ્તો લોકો માટે ખૂબજ તકલીફદેહ બન્યો છે. જેથી ગ્રામજનોએ એકત્ર થઇ અને સુત્રોચ્ચાર કરી રસ્તો બનાવવાની માંગ કરી છે. અહીંથી પસાર થતા ગ્રામજનોને આરોગ્ય માટે, દવાખાના માટે તેમજ બાળકોના અભ્યાસ માટે પણ અનેકો મુશ્કેલીઓ વેઠવી પડે છે. જેથી વાલીઓ પણ ખુબ ચિંતિત જોવા મળી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ રસ્તો મંજુર થયો છે તેને એક વર્ષ વીત્યું છે. છતાં પણ આજદિન સુધી અહીં નવો રસ્તો નથી બનાવવામાં આવ્યો જેથી આ તમામ ગામના લોકોને અને અહીંથી પસાર થતા ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે.

રાજકોટ

અહીં વસતા લોકોને તાલુકા મથકે જવા ખરાબ રસ્તાના કારણે ખૂબજ મુશ્કેલીઓ વેઠવી પડે છે. તો ખેડૂતોને પોતાનો માલ યાર્ડમાં ઉતારવા જવા માટે ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી આ બાબતે ગ્રામજનોમાં નારાજગી અને તંત્રની ઢીલી નીતિ સામે રોષ પણ જોવા મળી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

હાર્દિકની ઘાતક બોલિંગ / અમદાવાદમાં ટીમ ઈન્ડિયાની 168 રનથી શાનદાર જીત, ટી-20 શ્રેણી પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

પાકિસ્તાન કંગાળ થશે તો કેવી થશે હાલત? જાણો, ડિફોલ્ટર થયા પછી શું થશે!

Akib Chhipa

અમીરોને બખ્ખાં / મધ્યમ વર્ગને ફાયદાની મોટી મોટી વાતો વચ્ચે બજેટમાં ધનિકોને લ્હાણી, મહત્તમ ટેક્સ 4 ટકા ઘટ્યો

Hardik Hingu
GSTV