રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના કટલેરી બજારમાં બ્લાસ્ટ થતાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે. ઉપલેટા કટલેરી બજારમાં ભંગારની દુકાનમાં કામ કરતા બે વ્યક્તિઓના બ્લાસ્ટ થતાં મોત થયા છે. જો કે આ ઘટના અંગેની જાણ થતાં જ પોલીસ અને 108નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

બ્લાસ્ટનો અવાજ સંભળાતા જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા
આ બ્લાસ્ટનો અવાજ સાંભળતા જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતાં. જો કે, હજુ સુધી આ બ્લાસ્ટ થવા પાછળનું કારણ અકબંધ છે. હાલમાં પોલીસ દ્વારા આ ઘટનાને લઇ તપાસ ચાલી રહી છે તેમજ કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. જે બે વ્યક્તિઓના મોત નિપજ્યાં છે તેમાં રહીશ રજાક કાણા ( ઉ.વ. ૨૭ ) અને રજાક અજિત કાણા ( ઉ.વ. ૬૦ ) નો સમાવેશ થાય છે.
અગાઉ ભિલોડાના ગોઠકુલ્લા ગામે ગ્રેનેડ બ્લાસ્ટ થયો હતો જેમાં 2નાં મોત નિપજ્યાં હતાં
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં શામળાજી નજીક ભિલોડા તાલુકાના ગોઢકુલ્લા ગામમાં થયેલા એક ભેદી બ્લાસ્ટ થયો હતો. જેમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. આ બ્લાસ્ટ હેન્ડ ગ્રેનેડના કારણે થયો હતો. ત્યારે બ્લાસ્ટ મામલે ગુજરાત ATS પણ તપાસમાં જોતરાઈ છે.

અરવલ્લી જિલ્લાના ભિલોડામાં ગોઠકુલ્લા ગામે ગ્રેનેડ બ્લાસ્ટ મામલો નવો ખુલાસો સામે આવ્યો હતો. જે ગ્રેનેડ બ્લાસ્ટ થયો હતો તે ભારતીય બનાવટનો ન હોવાનો સુત્રોમાંથી જાણવા મળ્યું હતું. પોલીસે અમદાવાદ શાહીબાગ આર્મીમાં મોકલેલા ગ્રેનેડ ફોટોમાં ભારતીય બનાવટનો ન હોવાનું જણાવવામાં આવ્યું હતું.

તે ગ્રેનેડ ચાઈના કે પાકિસ્તાનની બનાવટનો હોવાની આશંકા છે. ચાઈના કે પાકિસ્તાન બોર્ડર પરથી ગ્રેનેડ અહીં કેવી રીતે પહોંચ્યો તે દિશામાં તપાસ લંબાશે. જોકે ગ્રેનેડ કયો હતો તે મામલે ફોરેન્સિક રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
READ ALSO :
- મોટા સમાચાર/ કાબુલની મસ્જિદ અને મિનિ બસોમાં ચાર વિસ્ફોટ : 16થી વધુના મોત, અનેક ઘાયલ
- Stress Release Tips/ ટેન્શન અને ડિપ્રેશનથી વધી રહી છે મુશ્કેલીઓ, તો અપનાવો આ ઉપાયો તરત જ અનુભવશો રાહત!
- BIG BREAKING: એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ પર IT ના દરોડા, 200 અધિકારીઓ પોલીસ કાફલા સાથે 35થી 40 સ્થળે પાડી રેડ
- પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ! ઇસ્લામાબાદમાં સમર્થકોએ મેટ્રો સ્ટેશનને ચાંપી આગ, પોલીસે સેંકડો વિરોધીઓની કરી અટકાયત
- મલાઈકા અરોરા ટૉપ પહેરવાનું જ ભૂલી ગઇ! કરણ જોહરની બર્થ ડે પાર્ટીમાં બેધડક ઇનરવેર કર્યુ ફ્લોન્ટ