રાજકોટ પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ગ્રામ્ય એ ચારે’ય બેઠક માટે આજે ઉમેદવારી નોંધાવી ચૂકેલા ભાજપના ઉમેદવારો કરોડપતિ હોવાનું તેમના સોગંદનામાંમાં જણાવાયું છે. બંને મહિલા ઉમેદવાર ર્ડો.દર્શિતાબેન અને ભાનુબેન પાસે સોનાં સહિતની નોંધપાત્ર મિલ્કતો છે, ઉદય કાનગડ એ બંનેથી વધુ ધનિક છે, પરંતુ રાજકોટના અનુભવી એવા આ ત્રણેય કરતાં વધુ અસ્કયામતો નવાસવા ઉમેદવાર રમેશ ટીલાળા અને તેમના પત્ની પાસે છે.

ટીલાળા માત્ર ધો.૭ સુધી ભણેલા પરંતુ કરોડપતિ
પહેલી જ વખત ચૂંટણી લડી રહેલા રાજકોટ દક્ષિણ બેઠકના ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળા માત્ર ધો.૭ સુધી ભણેલા છે, પરંતુ કરોડપતિ છે. તેમના બેંક ખાતામાં લોન ઈન એડવાન્સ સહિત રૃા. ૯.પ૧ લાખ છે તથા રાજકોટ શહેર-જિલ્લામાં કુલ રૃા.૪૭.૧૮ કરોડની જમીનો ધરાવે છે. તેમના પત્નીનાં નામે તો રૃા.૧૦૬.ર૪ કરોડની કિંમતની જમીનો છે, જયારે બંનેના ખાતે કુલ રૃા. ૮.૬૦ કરોડથી વધુની લોન છે.
એલએલબીનો પ્રથમ વર્ષ સુધીનો અભ્યાસ
અગાઉ રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય રહી ચૂકેલા ભાનુબેન બાબરિયાએ રૃા.૨૬.૯૦ લાખની થાપણ-દાગીના તથા કોટડાસાંગાણી નજીક રૃા.૧૪ લાખની જમીન પોતાનાં નામે હોવાનું જાહેર કર્યું છે, જ્યારે તેમના પતિ મનહરભાઈ બાબરિયા ૧૦૦ ગ્રામ સોનું સહિત રૃા.૮૦.૯૮ લાખની જંગમ મિલકત તથા રૃા.૧.૫૮ કરોડનાં મૂલ્યની જમીન પણ ધરાવે છે. વિધાનસભા બેઠકના ઉમેદવાર ભાનુબેન બી.એ. થયેલા છે અને એલએલબીનો પ્રથમ વર્ષ સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલ છે.
એ-ડિવિઝન પોલીસમાં રાયોટીંગનો ગુનો નોંધાયો હોવાનુ જણાવ્યું હતું
રાજકોટનાં ભાજપનાં ચાર ઉમેદવારોએ જે સોગંદનામું આજે ઉમેદવારી પત્ર સાથે જાહેર કર્યુ છે તેમાં રાજકોટ (પૂર્વ)માં ભાજપમાંથી ઉમેદવારી નોંધાવનાર ઉદય કાનગડે રૃા.૭.૩૫ કરોડની જમીન ઉપરાંત ૧.૫૯ કરોડની લોન દર્શાવી હતી. જ્યારે હાથ ઉપર રૃા.૫.૧૧ લાખની રોકડ હોવાનું જણાવ્યું હતું. પોતાની પાસે માલીકીની એક પણ કાર નહીં હોવાનું જણાવી ગીર સોમનાથમાં ફાર્મ હાઉસ, ચાર ફ્લેટ ઉપરાંત પત્નીનાનામે રૃા.૯૦ લાખની જમીન હોવાનું દર્શાવ્યું હતું. પોતાના નામે રૃા.૫૦ લાખની જ્યારે પત્ની વૈશાલીબેનના નામે રૃા. ચાર લાખની વીમા પોલીસી દર્શાવી હતી. તદઉપરાંત પાર્થ કન્સ્ટ્રક્શનમાં રૃા.૧૦.૫૯ લાખ અને ભરત કન્સ્ટ્રક્શનમાં ૪૭.૨૨ લાખનું રોકાણ દર્શાવ્યું હતું. જ્યારે પોતાની ઉપર ફોજદારી કેસનો ઉલ્લેખ કરી એ-ડિવિઝન પોલીસમાં રાયોટીંગનો ગુનો નોંધાયો હોવાનુ જણાવ્યું હતું. એરપોર્ટ રોડ ઉપર કેવલમ એપાર્ટમેન્ટમાં રહેતા ઉદય કાનગડે મુરલીધર હાઈસ્કુલમાં ધો.૯ સુધીનો અભ્યાસ કર્યો હોવાનું જાહેર કર્યુ હતું.
દર્શિતાબેને જાહેર કરી આટલી સંપત્તિ
રાજકોટની પ્રતિષ્ઠિત ગણાતી ૬૯ રાજકોટ પશ્ચિમની બેઠક ઉપર ભાજપમાંથી ઉમેદવારી નોંધાવનારા ડો.દર્શિતાબેન શાહે જાહેર કરેલા સોગંદનામામાં દર્શાવેલ વિગતો મુજબ રૃા.૧.૯૬ કરોડની જમીન અને ૯૦ લાખની લોન હોવાનું તેમજ પતિ ડો.પારસ શાહ પાસે રૃા.૧.૯૨ કરોડ બેંકમાં જમા હોવાનું જાહેર કર્યુ હતું. વ્યવસાયે ડોક્ટર એવા ડો.દર્શિતા શાહે જામનગરની મેડિકલ કોલેજમાં અભ્યાસ કર્યો હોવાનું જણાવી તેમની પાસે ૪૦૦ ગ્રામ સોનુ અને હાથ ઉપર રૃા.૨૭ હજારની રોકડ હોવાનું જાહેર કર્યુ હતું. પોતાની પાસે એક કાર ઉપરાંત એક્ટિવા અને તેમના નામે ૪ મ્યુચ્યુઅલ ફંડ, ફિક્સ ડિપોઝીટ, પેન્શન પોલીસ સહિત રૃા.૩,૪૬,૩૫,૫૨૮ની બેંકમાં જમા હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેમના નામે બે ફ્લેટ મળી કુલ રૃા.૧ કરોડ ૯૬ લાખ રૃપિયાની જમીન – મિલકતો હોવાનો ઉલ્લેખ સોગંદનામામાં કરવામાં આવ્યો હતો. એમબીબીએસ એમડી (પેથોલોજી) સુધીનો અભ્યાસ કરનારા ડો.દર્શિતા શાહ સામે એકપણ પોલીસ કેસ નોંધાયો નહીં હોવાનું જાહેર કરાયું હતું.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- અયોધ્યા રામ મંદિર જનારા મુસાફરો માટે ખાસ તૈયારીઓ, જાન્યુઆરીમાં 100 સ્પેશિયલ ટ્રેનો શરૂ થશે
- ગુરુ બૃહસ્પતિ અને શુક્ર દેવે સમસપ્તક રાજયોગ બનાવ્યો, આ 4 રાશિના લોકોને આકસ્મિક ધનલાભની સાથે ભાગ્યોદયના પ્રબળ યોગ
- આવી ગઈ છે હવામાં જ મચ્છરોનો ખાતમો કરતી તોપ! વિશ્વાસ ના હોય તો જોઈ લો VIDEO
- માત્ર એક સભ્યથી ચાલતા ગુજરાતના OBC કમિશનની કામગીરી અંગે હાઈકોર્ટે સરકાર પાસે માંગ્યો ખુલાસો
- સુરત/ ઉનમાં ગોડાઉનમાં આગ લાગતાં નાસભાગ મચી, ફાયરબ્રિગેડની 5 ગાડીઓએ મેળવ્યો કાબુ