GSTV
Rajkot Trending ગુજરાત

રાજકોટ / તંત્રની બેદરકારીને કારણે વધુ એક જીવ ગયો, બે આખલાના ઝઘડામાં નિર્દોષ વૃદ્ધ બન્યો ભોગ

રાજકોટ

રાજકોટમાં રખડતા ઢોરનું આતંક વધી ગયું છે. મનપા તંત્ર રખડતા ઢોરને ડબ્બામાં પુરવામાં નિષ્ફળ રહ્યું છે. ત્યારે મનપાની બેદરકારીના કારણે વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે, જ્યારે એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. આ ઘટના ગત રાત્રે મેયરના વોર્ડ નં.12ની બાજુમાં વોર્ડ નં.11માં આવેલા મવડી વિસ્તારમાં બની. પ્રદેશ ભાજપ-પ્રમુખ પાટીલે પણ રખડતાં ઢોરને પકડવાની ટકોર કરી હતી, છતાંય મનપાનું વલણ ઉદાસીન કેમ છે એવો સવાલ લોકોમાં ઊઠ્યો છે.

રાજકોટ

મળતી માહિતી મુજબ રાજકોટના મવડી વિસ્તારમાં ગતરોજ રાત્રે કમલભાઈ ભરતભાઇ પટોડિયા (ઉંમર 35 વર્ષ) અને વિનુભાઈ કેશુભાઈ મકવાણા (ઉંમર 65 વર્ષ) ચણિયાચોળીનું પાર્સલ લઈને ગયા હતા. ત્યારે વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસેના રોડ પર બે આખલા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે આખલાઓએ બાઇક પર બેસેલા વિનુભાઈ અને કમલભાઈને અડફેટે લીધા હતા. આખલાના અડફેટે આવતા બંનેને ગંભીર ઇજા થઈ હતી અને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યા સારવાર બાદ વિનુભાઈનું મોત થયું હતું. જ્યારે કમલભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. હાલ મૃતકના મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ઘટના અંગે મેયરે આપી પ્રતિક્રિયા

રાજકોટન મનપાના મેયર ડો.પ્રદીપ દવેએ કહ્યું કે મવડી રોડ પર બે આખલા ઝઘડવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. આ ખૂબ જ દુઃખદ બાબત છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી ખૂબ જ કડકાઇથી જ થતી હોય છે. છેલ્લા ત્રણ મહિનાની વાત કરુ તો અંદાજિત 2500થી વધુ ઢોર પકડી પાડ્યાં છે, સાથે દંડની કાર્યવાહી પણ કરતા હોઇએ છીએ છતાં પણ આવા બનાવો ન બને એ માટે દંડની રકમમાં વધારો કરવામાં આવશે. આવા બનાવો ન બને એ માટે ઢોર પકડ પાર્ટીને સૂચના આપવામાં આવી છે.

વિપક્ષે રખડતા ઢોર મામલે સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો કર્યા

વિપક્ષે રખડતા ઢોર મામલે સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. વિપક્ષે કહ્યું હતું કે અનેક વખત રજૂઆત કરવામાં આવી છતા શાસકો તેમજ અધિકારીઓ નિંદ્રાધીન હોય તેવું લાગી રહ્યું છે. ઢોર પકડવાની કામગીરી માત્ર કાગળ પૂરતી કરવામાં આવે છે. બીજી તરફ પ્રાણી રંજાડ વિભાગના અધિકારી ભાવેશ જાકાસણીયાએ જણાવ્યું હતું કે, અમારા વિભાગ દ્વારા પ્રતિમાસ 1 હજાર જેટલા રખડતા ઢોર પકડી પાડવામાં આવે છે. ત્યારબાદ માલિક દ્વારા ઢોરને છોડાવવામાં આવે છે. મોટા પશુનો પ્રતિદિવસ ખોરાકી તેમજ સંચાલન પેટે રૂપિયા 500નો ખર્ચ વસૂલવામાં આવે છે. જ્યારે નાના પશુઓનો ખોરાક સંચાલન સહિત રૂપિયા 400 પ્રતિદિવસ ખર્ચ વસૂલવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

સાવધાન/ કુરીયર છોડાવવા માટે નાણાં ભરવાની લીંક મોકલીને ૧.૧૯ લાખની છેતરપિંડી, જાણો સમગ્ર મામલો

Damini Patel

સિવિલમાં જુનિયર ડોક્ટરોની હડતાળ: ૧૦ દિવસમાં ૬૦૦ ઓપરેશન રદ; ઓપીડીમાં લાંબી લાઇનો

Damini Patel

ઝઘડાની અદાવતમાં ગંદુ કૃત્ય, દરિયાપુરના શખ્સે સગીરા સાથે તકરાર કરી કપડા ફાડી છેડતી કરી

Damini Patel
GSTV