માતેલા સાંઢની માફક આવેલા ટ્રકે ઝુપડા સહિત 3 વાહનને અડફેટે લીધા અને પછી કુવામાં ધબાયનમ:

રાજકોટ શહેરના માધાપર ચોકડી પાસે એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઇ છે. બેકાબુ બનેલા ટ્રકે એક ઝુંપડા સહિત 3 વાહનોને હડફેટે લીધા હતા. ટ્રકની વધારે પડતી ગતિના કારણે બેકાબુ ટ્રક અંતે એક કુવામા પડી ગઇ હતી. ટ્રક કુવામા પડયાના સમાચાર ફેલાતા ઘટના સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડયા હતા. પોલિસે ઘટના સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાઈ હાથ ધરી હતી.

કારને બુકડો બોલાવ્યા પછી પણ ટ્રકની ગતિ ધીમી ન પડી તેણે રિક્ષાનો પણ કચ્ચરઘાણ બોલાવી દીધો. એવું લાગે જ્યારે રીક્ષા અને ટ્રક એકબીજાની આમને સામને ટકરાયા હશે.

રસ્તામાં આવેલી ટુ વ્હિલના પુર્જે પુર્જા ઢીલા કરી નાખ્યા. ટુ વ્હિલ તો જ્યારે મોહે જો દડો સમયનો ઈતિહાસ હોય તેમ જમીનદોસ્ત થઈ ધરબાઈ ગઈ.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter