આમ તો છેલ્લા એક વર્ષથી રાજકોટની જનતા રોડ રસ્તા અને ખાડાથી પરેશાન છે. રાજકોટના ઠેક ઠેકાણે બ્રિજના ગોકળગાયની જેમ ચાલતા કામને લઈને વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે પણ કોર્પોરેશ આ વાત નકારી રહી છે.

રાજકોટ શહેરનો હોસ્પિટલ ચોક અને 150 ફૂટ રિંગ રોડ પર ચાલતા બ્રિજના કામના લીધે અનેક રોડ રસ્તા ડાઈવર્ટ કરવામાં આવ્યા છે, પણ તે સર્વિસ રોડ અને ડાઈવર્ટ કરેલા રોડ અતિ બિસમાર હાલતમાં હોવાથી રાજકોટ શહેરમાં ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. ખાસ તો હોસ્પિટલ જતા-આવતા દર્દીઓને અને એમ્બ્યુલન્સને સૌથી વધુ મુશ્કેલી પડી રહી છે. આ બાબતે મજૂરી કરતા મજૂરને પૂછવામાં આવતા તે પણ ધૂળ ચાટીને કંટાળી ગયા હોય તેવી વાત સામે આવી છે.
GSTVની ટીમ દ્વારા રસ્તા અને RMCની અનઆવડત અને આયોજન વગરના કામ રૂબરૂ તપાસતા ત્યાં અનેક સ્થિતિઓ જોવા મળી. આ વિસ્તારમાં પોલીસને પણ ખુબજ મુશ્કેલી પડી રહી છે અને ટ્રાફિક સમસ્યા હળવી કરવા પોલીસ પણ ઊંધે માથે પડે છે.
સર્વિસ રોડ અને ડાઈવર્ટ રોડ કોન્ટ્રાક્ટરે કરવાના હોય છે પણ આ બધા જ ખર્ચ હાલ તો RMC કરી રહી છે અને આમ જનતા પર ભારણ નાખી રહી છે. આમ તો આ બધા જ કોન્ટ્રક્ટ વિશે કોર્પોરેશન પણ કોન્ટ્રાકટરની ભોર તાણે છે. અધિકારીઓ પણ કોન્ટ્રાક્ટરના સગા હોય તેવી પ્રતિક્રિયા આપે છે.

હાલ તો આ કોન્ટ્રાકટર અને RMCની મિલીભાગતના લીધે આમ જનતાનો શું વાંક? પરેશાન થવાનો વાતો તો આમ જનતાને આવી રહ્યો છે.
Read Also
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં