GSTV

રાજકોટ : 72માંથી 56 બેઠક પર ભાજપનો કેસરિયો લહેરાયો, કોંગ્રેસનો સફાયો

આજે સમસ્યાઓનો તો નહીં, પણ ચૂંટણી પરિણામના ઈંતજારનો અંત આવશે. રાજકોટમાં ૨૯૩ અને જામનગરના ૨૩૬ ઉમેદવારોમાં કોણ જીત્યું, કોણ હાર્યું અને કોને કેટલા મતો મળ્યા તે પરિણામ બપોર સુધીમાં જાહેર થશે. રાજકોટમાં જુદા જુદા છ સ્થળોએ તો જામનગરમાં એક જ બિલ્ડીંગના ચાર ખંડમાં મતગણતરી યોજાઈ છે જે કારણે પ્રથમ કલાકમાં રાજકોટમાં ૬ વોર્ડનું અને જામનગરમાં ૪ વોર્ડનું પરિણામ જાહેર થશે. દરેક બેઠકમાં ચાર ચાર બેઠક હોય છે. ગણત્રી સ્થળોએ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

રાજકોટમાં કોંગ્રેસ સફાયા તરફ

રાજકોટમાં 14 વોર્ડમાં ભાજપના 56 ઉમેદવારોને જીત મળી ગઇ છે જ્યારે કોંગ્રેસ તથા આપનું ખાતું જ ખુલ્યું નથી. વોર્ડ નં.1, 2, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 13, 14 ,16 અને 17 સહિત ભાજપની આખે આખી પેનલનો વિજય થયો છે.

  • ભાજપના વોર્ડ 16ના ઉમેદવારોની 11 મતોથી જીત
  • રાજકોટના વોર્ડ નંબર 1, 4, 6, 7, 10, 13, 16માં ભાજપ પેનલની જીત
  • રાજકોટમાં વોર્ડ નં. 1માં ભાજપની પેનલનો વિજય
  • તમામ વોર્ડ પર બીજેપી આગળ, કોંગ્રેસ ખાતુ પણ ન ખોલાવી શકી
  • કોંગ્રેસના પરંપરગત વોર્ડ નંબર 16માં પરાજય
  • રાજકોટમાં ભાજપ ની આશ્ચર્યજનક સરસાઈ થી જીત કોંગ્રેસના ગઢ પણ તૂટ્યા
  • રાજકોટમાં આજે મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનની ગણતરી થતા ભાજપને આશ્ચર્યજનક રીતે બેઠકોને જંગી સરસાઇથી જીત થઈ રહી છે તો કોંગ્રેસમાં આઘાત નું મોજુ પ્રસર્યુ છે.
  • ભાજપના કાર્યકરોએ ઠેરઠેર વિજય ઉત્સવ મનાવવાનું શરૂ કરી દીધું છે
  • શહેર ભાજપના સૂત્રો અનુસાર 48 બેઠક મળી ચૂકી છે અને લગભગ તમામ બેઠક પર ભાજપનો વિજય નિશ્ચિત જણાઈ રહ્યો છે

24 બેઠક પર ભાજપની બલ્લે બલ્લે

રાજકોટમાં ભાજપમાં 24 બેઠક પર અને 4 બેઠક પર કોંગ્રેસ તથા એક બેઠક પર આપ આગળ છે. આ ઉપરાંત વોર્ડ નં.1,4,7,10 અને 13માં ભાજપની પેનલ જીતતા ફટાકડા ફોડી જશ્ન મનાવવામાં આવ્યો છે. કોંગ્રેસના ફરી વળતા પાણી થયા છે.

ભાજપની પેનલ જીતતા ફટાકડા ફોડી જશ્ન મનાવવામાં આવ્યો

રાજકોટમાં ભાજપમાં 22 બેઠક પર અને 4 બેઠક પર કોંગ્રેસ તથા એક બેઠક પર આપ આગળ છે. આ ઉપરાંત વોર્ડ નં. 4, 7 અને 10માં ભાજપની પેનલ જીતતા ફટાકડા ફોડી જશ્ન મનાવવામાં આવ્યો છે. કોંગ્રેસના સુપડા સાફ થવાની સંભાવના જોવા મળી રહી છે. ભાજપના ભગવતીપરા વિસ્તારમાં ભાજપના એક ઉમેદવાર વિજયી બન્યા છે. આ ઉપરાંત વોર્ડ નં.7માં ભાજપની પેનલ જીતતા ફટાકડા ફોડી જશ્ન મનાવવામાં આવ્યો છે.

ભાજપ

બે વોર્ડમાં ભાજપનો વિજય

શરૂઆતના ટ્રેન્ડમાં રાજકોટના વોર્ડ 7 અને 10માં ભાજપને જીત મળી છે.

ભાજપના એક ઉમેદવાર વિજયી બન્યા

રાજકોટમાં ભાજપમાં 13 બેઠક પર અને એક બેઠક પર કોંગ્રેસ તથા એક બેઠક પર આપ આગળછે. ભાજપના ભગવતીપરા વિસ્તારમાં ભાજપના એક ઉમેદવાર વિજયી બન્યા છે. કોંગ્રેસના સુપડા સાફ થવાની સંભાવના જોવા મળી રહી છે.

bjp congress

ભાજપ 12 બેઠક પર અને એક બેઠક પર કોંગ્રેસ આગળ

રાજકોટમાં ભાજપ 12 બેઠક પર અને એક બેઠક પર કોંગ્રેસ આગળ છે. વોર્ડ નં.10માં ભાજપના ઉમેદવાર આગળ છે. આપનું ખાતુ જ હજી સુધી ખુલ્યું નથી. કોંગ્રેસના સુપડા સાફ થવાની સંભાવના જોવા મળી રહી છે. વોર્ડ નં.7 અને 10માં ભાજપની પેનલ આગળ છે.

રાજકોટમાં ૫૦.૭૩ ટકા અને જામનગરમાં ૫૩.૩૮ ટકા એટલે કે ઓછુ મતદાન થયું હોય હારજીતનો નિર્ણય મોટાભાગની બેઠકો પર પાંખી સરસાઈથી થવાની શક્યતા છે. તો પ્રથમવાર રાજકોટની તમામ ૭૨ અને જામનગરની ૬૪માંથી ૪૮ બેઠકો પર ચૂંટણી લડતી આમ આદમી પાર્ટીમાં કેટલા જીતે છે અથવા ક્યા ઉમેદવારના કેટલા મત કાપે છે તે પણ નક્કી થશે.

  • રાજકોટમાં કુલ 10,93,991 મતદારોમાંથી 5,54,148 મતદારોએ મતદાન કર્યુ હતું
  • 5,67,001 પુરૂષમાંથી 3,09,047 મતદાન કર્યુ, 5,26,990 સ્ત્રીમાંથી 2,45,101એ મતદાન કર્યુ
મતદાન

રાજકોટ 2015માં થયેલું મતદાન અને 2021માં થયેલા મતદાનના આંકડા

વોર્ડ નંબરવર્ષ- 2015 (ટકાવારીમાં)વર્ષ- 2021 (ટકાવારીમાં)
વોર્ડ નં-146.6745.16
વોર્ડ નં-242.8948.54
વોર્ડ નં-347.3650.57
વોર્ડ નં-453.2156.49
વોર્ડ નં-552.4954.17
વોર્ડ નં-654.1753.79
વોર્ડ નં-742.7248.75
વોર્ડ નં-844.9449.98
વોર્ડ નં-945.1048.46
વોર્ડ નં-1045.5350.04
વોર્ડ નં-1153.4849.46
વોર્ડ નં-1253.4851.98
વોર્ડ નં-1350.7650.98
વોર્ડ નં-1446.0848.28
વોર્ડ નં-1561.8958.18
વોર્ડ નં-1653.8048.27
વોર્ડ નં-1747.5651.72
વોર્ડ નં-1857.5151.05
કુલ49.5350.75

રાજકોટમાં (૧) વોર્ડ નં.૧થી ૩ની વીરબાઈમા મહિલા કોલેજ, નિર્મલા રોડ (૨) વોર્ડ નં.૪,૫,૬ની ગણત્રી ચૌધરી હાઈસ્કૂલ, કસ્તુરબા માર્ગના ગ્રાઉન્ડ ફ્લોરમાં (૩) વોર્ડ નં.૭,૮,૯ની ગણત્રી વિરાણી હાઈસ્કૂલ, ટાગોરરોડમાં (૪) વોર્ડ નં.૧૦,૧૧,૧૨ની મત ગણત્રી યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોક ખાતે અમૃતઘાયલ કોમ્યુનિટી હોલમાં (૫) વોર્ડ નં.૧૩,૧૪,૧૫ની ગણત્રી ગોંડલરોડ પર પી.ડી.માલવિયા કોલેજ ખાતે અને (૬) વોર્ડ નં.૧૬,૧૭,૧૮ની ગણત્રી આનંદનગર મેઈનરોડ, વાણિયાવાડી ખાતે પૂ.રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલ ખાતે કરવામાં આવશે. આ તમામ સ્થળે ભાજપ-કોંગ્રેસના કાઉન્ટીંગ એજન્ટ પણ તૈનાત રહેશે. રાજકોટમાં ૧૦.૯૩ લાખ લોકોને મતાધિકાર હતો તે પૈકી ૫૦.૭૩ ટકા એટલે કે ૫.૫૪ લાખ નાગરિકોએ મત આપ્યા છે જેની તથા આશરે ૧ હજાર પોસ્ટલ બેલેટની ગણત્રી થશે.

જામનગરમાં ઈન્દિરા માર્ગ પર હરિયા કોલેજ એક જ સ્થળે ગણત્રી થશે. જેમાં (૧) પહેલા માળે વોર્ડ નં.૧થી ૪ (૨) ગ્રાઉન્ડ ફ્લોર પર વોર્ડ નં.૫થી ૮ (૩) પહેલા માળે વોર્ડ નં.૯થી ૧૨ અને (૪) બીજા માળે વોર્ડ નં.૧૩થી ૧૬ એમ એક સ્થળે ચાર-ચાર વોર્ડની ગણત્રી થશે.

ભાજપ

રાજકોટના 18 વોર્ડમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોના નામ

ભાજપકોંગ્રેસ
વોર્ડ નં. 1
નં.1દુર્ગાબા જાડેજારેખા ગેડિયા
નં.2ભાનુ બાબરિયાજલ્પા ગોહેલ
નં.3હિરેન ખિમાણિયાડો. અમિત ભટ્ટ
નં.4ડો. અલ્પેશ મોરઝરિયાફોર્મ રદ
વોર્ડ નં. 2
નં.1ડો.દર્શિતા શાહનિમિષા રાવલ
નં.2મીતા જાડેજાદિવ્યા જાડેજા
નં.3મનીષ રાડિયાયુનુસ જુણેજા
નં.4જૈમિન ઠાકરઅતુલ રાજાણી
વોર્ડ નં. 3
નં.1અલ્પા દવેગાયત્રી વાઘેલા
નં.2કુસુમ ટેકવાણીકાજલ પુરબિયા
નં.3નરેન્દ્રસિંહ જાડેજાદાના હુંબલ
નં.4બાબુ ઉધરેજાદિલીપ આસવાણી
વોર્ડ નં. 4
નં.1કંકુ ઉધરેજાસીમી જાદવ
નં.2નયના પેઢડિયાઠાકરશી ગજેરા
નં.3પરેશ પીપળિયારામ જીલરિયા
નં.4કાળુ કુંગરસિયાશીતલ પરમાર
વોર્ડ નં. 5
નં.1વજી ગોલતરદક્ષા ભેંસાણિયા
નં.2રસીલા સાકરિયાલાભુ ઠુંગા
નં.3દિલીપ લુણાગરિયાજિતેન્દ્ર રૈયાણી
નં.4હાર્દિક ગોહિલહર્ષદ અઘેરા
વોર્ડ નં. 6
નં.1દેવુ જાદવરતન મોરવાડિયા
નં.2મંજુ કુંગસિયાકિરણ સોનારા
નં.3પરેશ પીપળિયાભરત મકવાણા
નં.4ભાવેશ દેથરિયામોહન સોજીત્રા
વોર્ડ નં. 7
નં.1દેવાંગ માંકડવૈશાલી પંડયા
નં.2નેહલ શુકલઅલકા રવાણી
નં.3વર્ષા પાંધીરણજિત મુંધવા
નં.4જયા ચાવડાકેતન જરિયા
વોર્ડ નં. 8
નં.1ડો.દર્શના પંડ્યાસવિતા શ્રીમાળી
નં.2પ્રીતિ દોશીદૃષ્ટિ પટેલ
નં.3અશ્વિન પાંભરડો.જિજ્ઞેશ જોષી
નં.4બિપિન બેરાનયન ભોરણિયા
વોર્ડ નં. 9
નં.1દક્ષા વાસાણીધરસંડિયા ચંદ્રિકા
નં.2આશા ઉપાધ્યાયપ્રતિમા વ્યાસ
નં.3પુષ્કર પટેલવૈશાલી દોંગા
નં.4જિતુ કાટોડિયાઅર્જુન ગુજરિયા
વોર્ડ નં. 10
નં.1જયોત્સ્ના ટીલાળાજયશ્રી મહેતા
નં.2રાજેશ્વરી ડોડિયાભાર્ગવી ગોહિલ
નં.3ચેતન સુરેજામનસુખ કાલરિયા
નં.4નરેન્દ્રસિંહ વાઘેલાઅભિષેક તાળા
વોર્ડ નં. 11
નં.1ભારતી પાડલિયાવસંત માલવી
નં.2લીલુ જાદવપારુલ ડેર
નં.3વિનુ સોરઠિયાસુરેશભાઇ બથવાર
નં.4રણજિત સાગઠિયાપરેશ હરસોડા
વોર્ડ નં.12
નં.1અસ્મિતા દેલવાડિયામીતા મારડિયા
નં.2મીતલ લાઠિયાઉવર્શી જાડેજા
નં.3પ્રદીપ ડવવિજય વાંક
નં.4મગન સોરઠિયાસંજય અજુડિયા
વોર્ડ નં.13
નં.1જયા ડાંગરજાગૃતિ ડાંગર
નં.2સોનલ સેલારાગીતા મુછડિયા
નં.3નીતિન રામાણીરવિ વેકરિયા
નં.4સુરેન્દ્રસિંહ વાળાઆદિત્યસિંહ ગોહિલ
વોર્ડ નં.14, નં.1ભારતી મકવાણાભારતી સાગઠિયા
નં.2વર્ષા રાણપરાશ્ર્વેતા વાગડિયા
નં.3નિલેશ જલુડમી અપક્ષમાં લડશે
નં.4કેતન ઠુંમરમયૂરસિંહ પરમાર
વોર્ડ નં. 15
નં.1ડો.મેઘાવી સિંધવકોમલ ભારાઈ
નં.2ગીતા પારઘીભાનુ સોરાણી
નં.3વિનુકુમાર ખાણિયામકબુલ દાઉદાણી
નં.4વરજાંગ હુંબલવશરામ સાગઠિયા
વોર્ડ નં. 16
નં.1કંચન સિદ્ધપુરારસીલા ગરૈયા
નં.2ઋચિતા જોશીગાયત્રી ભટ્ટ
નં.3સુરેશ વસોયાવલ્લભ પરસાણા
નં.4નરેન્દ્ર ડવબાબુ ઠેબા
વોર્ડ નં. 17
નં.1અનિતા ગોસ્વામીજયા ટાંક
નં.2કીર્તિબા રાણાવસંત પીપળિયા
નં.3વિનુ ઘવાઘનશ્યામસિંહ જાડેજા
નં.4રવજી મકવાણાઅશોક ડાંગર
વોર્ડ નં. 18
નં.1દક્ષા વાઘેલાધર્મિષ્ઠાબા જાડેજા
નં.2ભારતી પરસાણાનીતા સોલંકી
નં.3સંજયસિંહ રાણાનિર્મલ મારૂ
નં.4સંદીપ ગાજીપરાહસમુખ રાંક

એક વોર્ડની મતગણત્રી કરતા સામાન્ય રીતે એક કલાકનો સમય લાગતો હોય છે. શરુઆતની એક કલાક પોસ્ટલ બેલેટ વગેરેમાં જાય તો આશરે ૧૧ વાગ્યે રાજકોટમાં વોર્ડ નં.૧,૪,૭,૧૦,૧૩ અને ૧૬નું અને એ રીતે દર કલાકે રીઝલ્ટ જાહેર થશે તો જામનગરમાં પ્રથમ વોર્ડ નં.૧,૫,૯ અને ૧૩નું પરિણામ જાહેર થશે. સંભવત: બપોરે ૨ સુધીમાં કોની સત્તા આવી તે અને તમામ બેઠકોનું પરિણામ જાહેર થઈ જવાની શક્યતા છે. આમ, આવતીકાલ પછીના પાંચ વર્ષ લોકોને મોંઘવારીથી સુખચૈન મળશે કે કેમ તે નક્કી નથી પણ જીતેલા નેતાઓને સત્તાનો સ્વાદ ચાખવા મળશે. આ વખતે પ્રથમવાર મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થશે અને કોણ જીત્યું, હાર્યું તે જાહેર થયા પછી જિલ્લા અને તાલુકા પંચાયતની તા.૨૮ને રવિવારે ચૂંટણી યોજાશે. જેની મતગણત્રી તા.૨માર્ચે થશે.

Read Also

Related posts

સિક્રેટ પરમાણુ પ્લાન્ટ સેટેલાઈટ તસવીરે ખોલી ઇઝરાયલની પોલ! વિશ્વભરમાં મચ્યો હડકંપ

Pravin Makwana

મહિલા જજને હેપ્પી બર્થ ડે કહેવું વકીલને ભારે પડ્યું: 20 દિવસથી જેલમાં છે બંધ, પરિવારના લોકો જામીન માટે કરી રહ્યા છે આંટાફેરા

Pravin Makwana

મુસાફરો માટે સુવિધા: ટ્રેનોમાં પણ મળશે હવે WiFiની સુવિધા, રાજધાની, શતાબ્દી અને દુરંતો એક્સપ્રેસમાં ઉઠાવી શકશો આનંદ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!