રાજકોટના ઉપલેટા ખાતે એક દંપતીએ આપઘાત કરીને જીવન લીલા સંકેલી લીધી છે. ઉપલેટા શહેરના મોજ નદીના કાંઠે વર્ષોથી ઝુંપડા બાંદીને રહેતા પરિવારે ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. આ દંપતિના સાત મહિના પહેલા જ લગ્ન થયા હતા. અને ચાર મહિનાનો ગર્ભ હતો. દંપતિના મોતનું કારણ અકબંધ છે.