GSTV
Rajkot ગુજરાત ટોપ સ્ટોરી

મોટા સમાચાર / રાજકોટના સોની બજારની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, 10 લોકો ફસાયા: સ્થાનિકોનો તંત્ર પર ગંભીર આરોપ

રાજકોટમાંથી આગની ઘટના સામે આવી છે. રાજકોટના સોની બજારમાં આગ લાગી હોવાના અહેવાલ મળી રહ્યા છે. સોની બજારમાં આવેલ ભીમજીભાઈની શેરીમાં આવેલ બિલ્ડીંગમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. મળતી માહિતી મુજબ બિલ્ડિંગમાં હજી પણ 10 લોકો ફસાયાના અહેવાલ મળી રહ્યા છે. પોલસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. બચાવ કામગીરી ચાલી રહી છે.

રાજકોટના સોની બજારમાં આવેલ ભીમજીભાઈની શેરીની બિલ્ડિંગમાં લાગેલ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. આ બિલ્ડિંગમાં અંદાજે 300 જેટલા લોકો હતા. જેમાથી 200થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જ્યારે હજી પણ કેટલાક લોકો બિલ્ડિંગમાં અંદર ફસાયાના અહેવાલ મળી રહ્યા છે. બિલ્ડિંગમાં ફસાયેલ લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.

સ્થાનિકોએ સિલિંડર લીક થવાના કારણે આગ લાગી હોવાનો દાવો કર્યો છે. પ્રશાસનની મીલીભગતથી સોની બજારમાં બિલ્ડિંગ ઉભુ કરાયાનો સ્થાનિકોનો આરોપ છે. સોની બજારના આગેવાનોએ બિલ્ડિંગના બાંધકામ પર સ્થાનિકોએ સવાલો ઉઠાવ્યા છે. સાંકળી શેરીમાં કોની પરવાનગીથી આટલુ મોટું બિલ્ડિંગ ઉભુ કરાયું તેવા પ્રશ્નો સ્થાનિકો કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

મુંબઇમાં રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને ઉડાવી દેવાની ધમકી, લેન્ડલાઈન નંબર પર આવ્યો કોલ

Hemal Vegda

તેલંગાણા સીએમ કેસીઆરે તેલંગાણા રાષ્ટ્ર સમિતિને બનાવી દીધી ભારત રાષ્ટ્ર સમિતિ, રાષ્ટ્રીય રાજનીતિમાં પ્રવેશનો તખ્તો તૈયાર

HARSHAD PATEL

PM મોદીના શાંતિ આહ્વાન બાદ ઝેલેન્સકી પુતિન સાથે વાતચીત નહીં કરે, શાંતિ પ્રયાસોમાં યોગદાન આપવા માટે ભારતની તૈયારી

pratikshah
GSTV