GSTV
Rajkot Trending ગુજરાત

રાજકોટ/ દેશી દારૃની ભઠ્ઠીઉપર SMCના દરોડા : બુટલેગરે પોલીસ સાથે હાથાપાઈ કરી હપ્તા લેવાના લગાવ્યા આરોપ

શહેરના ગોકુલધામ આવાસ યોજનાના કવાર્ટર્સમાં ધમધમતી કુખ્યાત બુટલેગર હાર્દિક ઉર્ફે કવિ હરેશ સોલંકીની દેશી દારૃની ભઠ્ઠી અને મીની બાર ઉપર રાત્રે સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફે દરોડો પાડતા સ્થાનિક એટલે કે માલવીયાનગર પોલીસના સ્ટાફમાં સોપો પડી ગયો હતો. હાલ વિધાનસભાની ચુંટણીને અનુલક્ષીને છેલ્લા ઘણાં દિવસથી પોલીસ દેશી દારૃના ધંધાર્થીઓ પર ધોંસ બોલાવી રહી છે. આમ છતાં બુટલેગર હાર્દિક ઉર્ફે કવિના અડ્ડા ઉપર પોલીસ દરોડો નહી પાડતા અનેક શંકાઓ ઉપસ્થિત થઈ હતી. ચોંકાવનારી વાત એ છે કે બુટલેગર હાર્દિક ઉર્ફે કવિ મોડી રાત્રે મહિલાઓનું ટોળુ લઈ માલવીયાનગર પોલીસ મથકે ધસી આવ્યો હતો. જયાં ટોળાએ રીતસર હલ્લાબોલ કર્યો હતો. પોલીસ સાથે ઝપાઝપી ઉપરાંત બેફામ ગાળો ભાંડી, હપ્તા લેતી હોવા સહિતના ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા. આમ છતાં ટોળા વિરુદ્ધ માલવીયાનગર પોલીસે કોઈ કાર્યવાહી નહી કરતા પોલીસની આબરૂના લીરેલીરા ઉડયા છે.

માલવીયાનગર પોલીસની હદ્દમાં આવતા ગોકુલધામ આવાસ યોજનાના કવાર્ટર્સમાં બ્લોક નં-૧૯ અને ર૦ ના છ ફલેટમાં બુટલેગર હાર્દિકની દેશી દારૃની ભઠ્ઠી ધમધમતી હતી તે વરીયાળી, ચીકુ, સંતરા, પાઈનેપલ સહિતની ફલેવરનો દેશી દારૃ બનાવી તેને ર૦૦ અને પ૦૦ એમએલની બોટલમાં પેક કરી વેંચતો હતો.

એસએમસીના સુત્રોએ જણાવ્યું કે બ્લોક નં-૧૯ માં ગ્રાઉન્ડ ફલોર ઉપર આવેલા ફલેટમાં બંધાણીઓ માટે દારૃ પીવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ જ બ્લોકનાં અન્ય ફલેટ ઉપરાંત બ્લોક નં-ર૦ ના ૩ ફલેટમાં દેશી દારૃની ભઠ્ઠી ઉપરાંત તેનું પેકીંગ વગેરે કામ થતું હતું. એસએમસીના પીએસઆઈ ચંદ્રસિંહ પરમારે સ્ટાફના માણસો સાથે રેડ પાડયા બાદ સ્થળ પરથી બુટલેગર હાર્દિકના બે માણસો કનુભા કેશુભા પરમાર (રહે. ગોકુલધામ આવાસ યોજનાના કવાર્ટર્સ) અને જયેશ ધનરાજ ગઢવી (રહે. નવલનગર) ને ઝડપી લીધા હતા.

આ ઉપરાંત દારૃ પીવા આવેલા અરવિંદ પ્રેમજી સીંગાડા (રહે. ઉદયનગર, મવડી), ધર્મેન્દ્ર અમૃતલાલ રાઠોડ (રહે. ગાંધીનગર, ગાંધીગ્રામ), અમિત જીવરાજ ચૌહાણ (રહે. ન્યુ ગોપાલનગર, મવડી), નિતિન ભુપત જરીયા(રહે. લોધેશ્વર સોસાયટી) અને અનિલસિંહ રસિકસિંહ જાડેજા(રહે. ઉદયનગર મવડી) પણ ઝપટે ચડી ગયા હતા.

સ્થળ પરથી ર૩૫ લીટર દેશી દારૃ, ૪ર૮૦ લીટર આથો, રૃા.૧૪ હજાર રોકડા, રૃા.૧ર હજારના ભઠ્ઠીના સાધનો, બે બાઈક, એક કાર, આઠ મોબાઈલ સહિત રૃા.૩.૧૧ લાખનો મુદ્દામાલ પણ એસએમસીએ જપ્ત કર્યો હતો.સ્થળ પરથી બુટલેગર હાર્દિક મળી નહી આવતા, અન્ય જે રૃમમાં દેશી દારૃની ભઠ્ઠી ધમધમતી હતી તેના માલિકોને પણ આરોપી બનાવી વોન્ટેડ દર્શાવાયા હતા.

સ્થળ પર કાર્યવાહી પુરી કરી એસએમસીનો સ્ટાફ માલવીયાનગર પોલીસ મથકે ગુનો દાખલ કરાવવા પહોંચ્યો હતો. થોડીવાર બાદ મોડી રાત્રે બુટલેગર હાર્દિક પત્ની અને અન્ય મહિલાઓના ટોળા સાથે પોલીસ મથકે ઘસી આવ્યો હતો. જયાં ટોળાએ રીતસર પોલીસ મથકને ઘેરો ઘાલી હલ્લાબોલ કર્યું હતું. પોલીસ મથકની અંદર ઘુસી ગયેલા ટોળાએ પીએસઆઈ સહિતના સ્ટાફ સાથે ઝપાઝપી પણ કરી હતી. એટલુ જ નહી ટોળાએ પોલીસને બેફામ ગાળો ભાંડી વાણી વિલાસ કર્યો હતો. એક મહિલા પોલીસને મારકુટ કર્યાની પણ ચર્ચા છે. આટલેથી નહી અટકતા ટોળાએ સ્થાનિક પોલીસ ઉપરાંત એસએમસીનો સ્ટાફ હપ્તા લઈ જતા હોવાનો ચોંકાવનારો આક્ષેપ પણ કર્યો હતો.

ઘણાં સમય સુધી ટોળાએ રીતસર પોલીસ મથકને બાનમાં લઈ ઘમાસાણ મચાવ્યાના વિડીયો પણ વાયરલ થયા હતા. આમ છતાં પોલીસે ટોળા સામે કોઈ કાર્યવાહી નહી કરતા અનેક ચર્ચાઓ જાગી છે.

READ ALSO

Related posts

જંત્રીનો રેટ બમણો થતા  બિલ્ડર્સમાં ચિંતા, ક્રેડાઈના સભ્યો સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરશે  મુલાકાત

Nakulsinh Gohil

વનપ્લસ પેડમાં હશે મેગ્નેટિક કીબોર્ડની સુવિધા, જાણો તેની કિંમત કેટલી છે

Akib Chhipa

ફાઈલ સેવ કર્યા વિના બંધ કરી દીધું છે MS-WORD, આ રીતે કરી શકશો રિકવર

Akib Chhipa
GSTV