GSTV

રાજકોટના પોશ એરિયામાં ચાલતું હતું કૂટણખાનું, જાણો રૂપલલનાને કેટલા મળતા હતા રૂપિયા

રાજકોટના પોશ એરીયા યુનિવર્સિટી રોડ પર આવેલા રોયલ પાર્કમાં શેરીનં. ૧૦માં સ્થિત લક્ષ્મી એપાર્ટમેન્ટમાં ફલેટ ભાડે રાખી ચલાવાતા કુટણખાનાનો પર્દાફાશ કરી યુનિવર્સિટી પોલીસે સંદીપ મહાસુખભાઇ કામદાર અને પ્રકાશ ઉર્ફે જાની જેન્તીલાલ જીવરાજાણીની ધરપકડ કરી હતી.

રોયલ પાર્કમાં સ્થિત લક્ષ્મી એપાર્ટમેન્ટમાં ફલેટ ભાડે રાખી કુટણખાનુ ચલાવાતું હોવાની બાતમીના આધારે રાજકોટ યુનિવર્સિટી પોલીસના પી.આઇ. આર.એસ. ઠાકર અને પી.એસ.આઇ. એમ.વી. રબારી સહિતના સ્ટાફે ડમી ગ્રાહકને મોકલી દરોડો પાડયો હતો. જેમાં પ. બંગાળ અને રાજકોટની બે યુવતી મળી આવતા તેને મુકત કરાવી બન્ને આરોપીની સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટની કલમ હેઠળ ગુનો દાખલ કરી બન્નેની ધરપકડ કરી રૂા. ૬ હજારની રોકડ અને બે મોબાઇલ મળી કુલ રૂા. ૨૬ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પોલીસે જણાવ્યું કે, પ્રાઇવેટ નોકરી કરતો સંદીપ અને રિક્ષા ચાલક પ્રકાશ ઉર્ફે જોની અગાઉ કુટણખાનાં અંગે પકડાઇ ચુક્યા છે. જ્યારે ચારેક માસ પહેલા પ્રકાશ ગાંધીગ્રામ પોલીસના દારૂના ગુનામાં પણ પકડાઇ ચુક્યો છે. બન્ને આરોપીઓએ કુટણખાનું ચલાવવા ફલેટ ભાડે રાખ્યો હતો અને છેલ્લા ૧૫ દિવસથી કુટણખાતું ચલાવતા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. બન્ને આરોપીઓ ગ્રાહક દીઠ રૂા. ૧ હજાર લઇ તેની અડધી રકમ એટલે કે રૂા ૫૦૦ યુવતીઓને આપતા હતા. જ્યારે બાકીની રકમ પોતે રાખી લેતા હતા. આ ગુનામાં બન્ને યુવતીઓને સાક્ષી બનાવાઇ છે. હાલ વધુ તપાસ જારી રાખી છે.

READ ALSO

Related posts

કૃષિ બિલની વિરુદ્ધ પ્રદર્શનમાં જોડાયા નવજોત સિદ્ધુ, ખેડૂતો સાથે મળી યોજી ટ્રેક્ટર રેલી

Ankita Trada

ગુજરાતની જીવાદોરી નર્મદાની જળ સપાટીમાં થયો વધારો, ડેમાં 10 દરવાજા ખોલ્યા

Pravin Makwana

ગુજરાત સહિત આ રાજ્યોમાં ત્રણ દિવસ પડી શકે છે ભારે વરસાદ, હવામાન વિભાગે આપી ચેતવણી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!