GSTV

રાજકોટમાં રૂપાણીએ રાખ્યો વટ/ હોમટાઉનમાં કોંગ્રેસને ખાતું પણ ન ખોલવા દીધું, 72માંથી 40 બેઠકો ભાજપે જીતી સૂપડાં કરી દીધા સાફ

રાજ્યમાં મહાનગરોની મતગણતરી ચાલુ છે. હાલના પરિણામો જોતાં મોટા ભાગની સીટો પર ભાજપ આગળ છે. મુખ્યમંત્રી વિજયરૂપાણીના માથે જે મહાનગરપાલિકા જીતવાની જવાબદારી હતી. એવી પોતાના હોમટાઉન રાજકોટમાં કોંગ્રેસના સૂપડા સાફ થયા છે. રાજકોટની કુલ 72 બેઠકોમાંથી 40 બેઠકોના પરિણામો જાહેર થયા છે. આ તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા થયા છે. જ્યારે કોંગ્રેસ હજુ પણ ખાતું ખોલાવ્યું નથી. અન્ય પાંચ મહાનગરપાલિકામાં કોંગ્રેસને ગણતરી કરવા માટે એકાદ બે બેઠકો મળી છે પરંતુ રાજકોટમાં ખાતું જ ખોલાવી શકી નથી.

મોટી લીડ સાથે કોંગ્રેસના ઉમેદવારો સામે જીત દર્શાવી

મુખ્યમંત્રી વિજયરૂપાણીએ બીમાર થયા અગાઉ રાજકોટમાં સભા કરી હતી જે પછી તેઓ વડોદરા આવ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોએ મોટી લીડ સાથે કોંગ્રેસના ઉમેદવારો સામે જીત દર્શાવી છે. ચૂંટણી પરિણામો સતત સામે આવી રહ્યા છે. હજુ મત ગણતરી ચાલુ છે તેમ છતાં મોટાભાગની સીટો પર ભાજપનો દબદબો યથાવત રહ્યો છે. રાજકોટમાં વોર્ડ નંબર 7 માં ભાજપની પેનલ 18 હજાર મતોથી આગળ જોવા મળી છે.

પ્રજાને આપેલા વચનો પૂરા કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હોમટાઉન રાજકોટમાં ભાજપે કોંગ્રેસના સૂપડાં સાફ કરી નાંખ્યા છે… રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. ચૂંટણી પરિણામો બાદ ભાજપે ઢોલ-નગારાના નાદ સાથે વિજયોત્સવની ઉજવણી કરી. સમર્થકોએ વિજેતા ઉમેદવારોને હારતોરા કરી અભિનંદન પાઠવ્યા. વોર્ડ નંબર-1ના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા તેમજ અન્ય વિજેતા ઉમેદવારોએ ભાજપની જીત બદલ ખુશી વ્યક્ત કરી. સાથે જ રાજકોટમાં પ્રજાને આપેલા વચનો પૂરા કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

‘સરકારનું અનાજ ખાધું છે માટે ઋણ તો ચૂકવવું પડે’ કહી મતદારને તગેડી મૂક્યો, સંખેડાના ધારાસભ્યનો બફાટ

Pravin Makwana

લીંબ ગામે જાનૈયા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કરતા અફરાતફરી, ખડકી દેવાયો પોલીસનો કાફલો

Pravin Makwana

સરકારી નોકરી/ રેલવેમાં 2500 પદ પર નીકળી ભરતી, મળશે બમ્પર સેલરી, અહીંયા જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રોસેસ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!