GSTV
Home » News » સૌરાષ્ટ્રનું હબ ગણાતુ રંગીલુ રાજકોટ બન્યું રોગચાળાનું પણ મોટું હબ

સૌરાષ્ટ્રનું હબ ગણાતુ રંગીલુ રાજકોટ બન્યું રોગચાળાનું પણ મોટું હબ

છેલ્લા કેટલાય સમયથી દિવસેને દિવસે રાજકોટમાં રોગચાળાનું કહેર યથાવત જોવા મળી રહ્યો છે. સામાન્ય તાવ શરદી ઉધરસથી લઇ ડેન્ગ્યુ મેલેરીયા સુધીના રોગોનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. શિયાળાની ઋતુમાં સ્વાઈન ફ્લૂ નામનો વાઇરસ વધુમાં વધુ ફેલાતો હોય છે. ત્યારે મહાપાલિકા દ્વારા સ્વાઈન ફ્લૂ તેમજ અન્ય રોગોને અટકાવવા ક્યાં પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

  • સૌરાષ્ટ્રનું પાટનગર રોગચાળાનું પાટનગર
  • રંગીલુ રાજકોટ બન્યુ રોગચાળાનું ઘર
  • એક મહિનામાં ડેંગ્યૂના ૫૬ કેસ

સૌરાષ્ટ્રનું હબ ગણાતુ રંગીલુ રાજકોટ બન્યું રોગચાળાનું પણ મોટું હબ બની ગયું છે. રાજકોટમાં છેલ્લા એક મહિનામાં ડેંગ્યૂના 56 કેસ નોંધાઇ ચૂક્યા છે. જેમાં ડેન્ગ્યુના કારણે રાજકોટ જિલ્લામાં ૬ વ્યક્તિઓના મોત નિપજ્યા છે. ત્યારે તંત્રએ રોગચાળાને અટકાવવા મહાપાલિકા દ્વારા ઝૂંબેશ શરૂ કરાઈ છે. દર વર્ષે શિયાળાની ઋતુમાં સ્વાઈન ફ્લૂના કેસ સૌથી વધુ નોંધાતા હોય છે. આ વર્ષે સ્વાઈન ફ્લૂના એક પણ કેસ ન નોંધાઇ તે માટે મહાપાલિકા દ્વારા ડ્રાય ડે ની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત દવાનો છંટકાવ તેમજ ફોગીંગ સહિતની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે.

પાંચ વર્ષના સ્વાઇન ફલૂના ડેટા પર નજર કરીએ તો

વર્ષ કેસમૃત્યુઆંક
૨૦૧૩૧૧૮૧૮
૨૦૧૪૧૫૦૩
૨૦૧૫૧૫૯૨૦
૨૦૧૭૮૯૩૫
૨૦૧૮૧૬૫૪૯

ચાલુ વર્ષે ૧૨ દિવસ વીતી ગયા હોવા છતાં સ્વાઈન ફ્લૂનો હજુ એક પણ કેસ જોવા નથી મળ્યો. ત્યારે આગામી સમયમાં પણ સ્વાઇન ફ્લૂનો એક પણ કેસ ન નોંધાય તેવા પ્રયત્નો આરોગ્ય વિભાગ કરી રહ્યું છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં ઝુંપડાવાસીઓ હાથમાં બેનરો સાથે રેલી યોજી દેખાવો કર્યા

Nilesh Jethva

નમસ્તે ટ્રમ્પ અભિવાદન કાર્યક્રમમાં વિરમગામનું શરણાઈ ગ્રુપ સંગીત રેલાવશે

Nilesh Jethva

એબીવીપીનો આરોપ, યુનિવર્સિટીનાં કુલપતિ અને ઉપકુલપતિ કોંગ્રેસનાં ઇશારે કામ કરે છે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!