GSTV

રાજકોટ: વરસાદી પાણીને લઇને મહાપાલિકા દ્વારા તૈયારીઓ શરૂ

Last Updated on May 17, 2018 by

ચોમાસાના આગમન માટે હવે એક મહિનો જ બચ્યો છે ત્યારે રાજકોટમાં વરસાદી પાણીને લઈને અત્યારથી જ તૈયારીઓ શરુ થઇ છે. અંડર બ્રિજ અને ગરનાળાઓમાં પાણી ભરવાની સમસ્યાથી છુટકારો મેળવવા મહાપાલિકાએ નવતર આયોજન કર્યું છે.

રાજકોટમાં ગત વર્ષે થયેલા ભારે વરસાદ બાદ ખુલેલી મહાપાલિકાના તંત્રની બેદરકારી બાદ હવે તંત્ર આગોતરું આયોજન કરવા જઇ રહી છે. ગત વર્ષે વરસાદને પગલે શહેરની મધ્યમાં પાણી ભરવાની વિકટ સમસ્યા સર્જાઈ હતી. ખાસ તો ગરનાળા અને અંડર બ્રિજમાં પાણી ભરાવાથી શહેર થંભી જતું હોય છે. જેને પગલે મહાપાલિકાના તંત્ર ઉપર માછલાં ધોવાતાં રહે છે.

મહાપાલિકા પાણી ભરવાની સમસ્યા દૂર કરવા ગરનાળા પાસે 200 ફૂટ ઊંડા પાતાળ કુવાઓ બનાવવા જઈ રહી છે. 200 ફૂટના બોર કરીને વરસાદી પાણી તે બોરમાં ઉતારવાની યોજના તૈયાર થઇ છે. જેના માટે સરકારી એજન્સી પાસે સર્વે પણ કરાવવામાં આવી રહ્યો છે. સેટેલાઇટ સર્વે બાદ ચાર સ્થળે પ્રાયોગિક બોર કરવામાં આવશે અને તેનો ખર્ચ સરકારી સંસ્થા ઉપાડશે.

પાતાળ કુવા બનાવવા માટે ગત વર્ષે પણ વિચાર રજુ થયો હતો. પરંતુ તે શક્ય બન્યું ન હતું, જોકે ભારે વરસાદને પગલે પાણી ભરાવાથી શહેરીજનો સમસ્યાથી પરેશાન જરૂર થયાં હતાં, આ વર્ષે ચોમાસા પહેલા બોર જરૂર મહાપાલિકા બનાવી રહી છે. પરંતુ બધા બોર બની રહ્યા છે શહેરની પશ્ચિમ ઝોન હેઠળના અંડર બ્રિજમાં જ્યાં પાણી ભરવાની સમસ્યાથી મોટા નેતાઓને જ સમસ્યાથી રાહત પહોંચશે. જ્યારે પાણી ભરવાની સૌથી વધુ સમસ્યા તો પોપટપરા નાળા અને રેલ નગર અંડર બ્રિજ પાસે સર્જાય છે.તેના માટે કોઈ વિચાર સત્તાધીશોને સુજ્યો નથી.  જેનું સ્પષ્ટ કારણ છે કે ત્યાં કોઈ નેતા કે પદાધિકારીનું ઘર આવેલું નથી અને પાણી ભરાવાથી સ્થાનિક લોકો જ પરેશાન થાય છે. જે અંગે સ્થાનિક નગરસેવકો પણ સવાલો ઉઠાવી રહ્યા છે.

કહેવાય છે કે પાણી પહેલા પાડ બાંધવી એ જરૂરી હોઈ છે. પરંતુ અહીં તો નેતાઓ પોતાની સગવડતા મુજબ પાણી વાળવા પાળ બાંધી રહ્યાં છે અને તેમાં પ્રજાના હિત કે પરેશાની દૂર થવા કરતા પોતાની સગવડતા અને નેતાઓના પરિવારની સુવિધા વધારવાનું જ આયોજન હોઈ તેવું લાગી રહ્યું છે.

Related posts

દિવા તળે અંધારૃ/ આ સરકારી હોસ્પિટલમાં જ ફાયર સેફ્ટીનો અભાવ, હજારો દર્દીઓના જીવ જોખમમાં

Bansari

કેઝયુઅલથી ગ્લેમર સુધી! કમાલ છે આ ટીવી એક્ટ્રેસનો લુક્સ, સોશિયલ મીડિયા પર દીવાના છે ફેન્સ

Damini Patel

VIDEO: વરરાજાને પોઝ કેમ આપવો તે શિખવાડવા જતો હતો ફોટોગ્રાફર, દુલ્હને કરી એવી ગંદી મજાક કે સૌ કોઈ ચોંકી ગયાં

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!