GSTV
Home » News » Video: રાજકોટમાં વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે છવાયું વરસાદનું સામ્રાજ્ય

Video: રાજકોટમાં વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે છવાયું વરસાદનું સામ્રાજ્ય

રાજકોટ જીલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. રાજકોટ, પડધરી, વાંકાનેર સહિત વિસ્તારો પ્રભાવિત થયા છે. ભારે પવન સાથે વરસાદનું સામ્રાજ્ય છવાયુ છે. સણોસરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વાવાજોડા સાથે વરસાદ વરસ્યો છે. વાંકાનેરમાં કરા સાથે વરસાદ વરસ્યો છે તો પડધરીમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. ખાખડાબેલા ગામે પવન સાથે ભારે વરસાદ અને કરા વરસતા એક વૃદ્ધ મહિલાનું મોત થયુ છે.

અબોલ પશુઓને હાલાકી વેઠવી પડી હતી. અચાનક વરસાદ અને કરા વરસતા પશુઓએ દુકાનોની છત નીચે આશર મેળવ્યો હતો. કમોસમી વરસાદથી ઘઉં, જીરું, સહિતના શિયાળુ પાકને નુકશાન ની ભિતી સેવાઇ છે. ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

રાજકોટમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર વરસાદ પડતા રાજકોટવાસીઓને ગરમીથી રાહત મળી છે. શહેરની સાથે રાજકોટ જિલ્લામાં વાતાવરણ પલટાઈ જતા ભારે પવન સાથે વરસાદ અને બરફના કરા પડ્યા છે. રાજકોટ જિલ્લાના પડધરીના ખાખડાબેલા ગામે પવન સાથે ભારે વરસાદ અને કરા પડતા મકાનની દીવાલો ધરાશાયી થઈ ગઈ હતી. જેથી ખાખડાબેલા ગામે ભારે નુકસાન થયું હતુ.. તો બરફના કરા પડવાથી પાકને પણ ભારે નુકસાનના અહેવાલ છે. તો બીજી તરફ પડધરીથી મીતાણા રોડ ઉપર વાવાઝોડુ આવતા લીમડાનું ઝાડ ધરાશાયી થયું હતુ. રસ્તા પર ઝાડ પડતા પડધરી-મીતાણા રોડ ઉપર ટ્રાફીક જામ થઈ ગયો હતો. અંદાજે એક કલાક સુધી વાહનની અવરજવર બંધ રહી હતી.

Read Also

Related posts

સુરતના આ દબંગ કોર્પોરેટરે સેનેટરી સબ ઇન્સ્પેક્ટર સાથે કરી લાફાવાળી

Nilesh Jethva

રાજપથ ક્લબ પાસે હિટ એન્ડ રન કેસ, સમગ્ર મામલો સીસીટીવીમાં કેદ

Bansari

અંબાજી મંદિરે જતા ભક્તો સાવધાન, તમારી સાથે થઈ શકે છે આવી છેતરપિંડી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!