GSTV

ખાનગી ટ્રાવેલ્સ એસોસિએશનની રાત્રિ કરફ્યુમાંથી મુક્તિ આપવા માંગ, લોકડાઉનના કારણે માલિકોની સ્થિતિ કફોડી

Last Updated on July 5, 2021 by Dhruv Brahmbhatt

રાજકોટ ખાનગી ટ્રાવેલ્સ એસોસિએશને પોલીસ કમિશનરને રાત્રિ કરફ્યુ અંગે વિશેષ રજૂઆત કરી છે. જેમાં રાત્રિ કર્ફ્યુમાંથી મુક્તિ આપવા ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો કમિશનરને રજૂઆત કરી હતી. એસ.ટી બસોને છૂટ આપવામાં આવી છે તો ખાનગી ટ્રાવેલ્સની પણ છૂટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

રોજના 25થી 30 હજાર જેટલાં પેસેન્જરોને ખૂબ જ તકલીફ પડે છે

લોકડાઉન દરમિયાન ખાનગી ટ્રાવેલ્સ માલિકોની સ્થિતિ પણ કફોડી થઇ ગઇ છે. રાજકોટના ગોંડલ રોડ ચોકડી, ગ્રીન લાઈન ચોકડી અને માધાપર ચોકડીએ પેસેન્જરોને રાત્રિ કરફ્યુ દરમિયાન ખાનગી ટ્રાવેલ્સમાંથી ઉતારી દેવા પડે છે. જેના કારણે ખાસ કરીને સિનિયર સિટીઝનોને ખૂબ તકલીફ પડે છે. દરરોજના 25થી 30 હજાર જેટલાં પેસેન્જરોને ખૂબ જ તકલીફ પડે છે.

રાજકોટમાં દરરોજની 1100 થી વધુ બસ અપડાઉન કરે છે. ખાસ કરીને એસ.ટી બસોને સરકાર દ્વારા કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવી છે, તો ખાનગી ટ્રાવેલ્સની પણ મુક્તિ આપવામાં આવે તેવી માંગ રાજકોટ ખાનગી ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

Salman khan troll : સલમાન ખાને પહેર્યું ઊંધું માસ્ક, યુઝર્સે કહ્યું- ‘ ક્યારેય માસ્ક ન પહેરતો વ્યક્તિ જ્યારે …’

Vishvesh Dave

VIDEO / નીરજ ચોપરાએ ફરી તેના ડાન્સ મૂવ્સથી લોકોને બનાવ્યા દિવાના, ડાન્સર રાઘવ જુયાલને પણ આપી ટિપ્સ

Zainul Ansari

અત્યાધુનિક ટેકનોલોજી: ગુજરાતની 13 લાખ હેક્ટર ખારી જમીનમાં વિવિધ પાક લઇ શકાય તેવી ફોર્મ્યુલાની શોધ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!