GSTV
Gujarat Government Advertisement

રાજકોટમાં પ્રદુષણ પણ અનલોક! દરેક જગ્યાએ ગરમીનો પારો 3 ડિગ્રી વધારે

ગરમી

Last Updated on June 4, 2020 by Arohi

રાજકોટની ગતિવિધિ અનલોક કરવાની શરુઆત થવા સાથે લોકો પૂરી છૂટછાટ લઈને બહાર નીકળવા માંડતા પ્રદુષણનો આંક આજે મોટાભાગના ચોકમાં ૧૦૫ પર પહોંચી ગયો હતો તો શહેરનું સ્ટાન્ડર્ડ માપે મહત્તમ તાપમાન હવામાન ખાતામાં ૪૧ સે.નોંધાયું છે પરંતુ, મોટાભાગના ચોકમાં મનપાના સેન્સરોમાં તે આજે ૪૪  સે.એ પહોંચી ગયું છે.

રાજકોટમાં હવા અને અવાજનું પ્રદુષણ પણ વધ્યું

છકડોરિક્ષાના કર્કશ અવાજો ફરી શરુ થયા છે તો માર્ગો પર ધોમધખતા તાપમાં ટ્રાફિક જામના દ્રશ્યો રોજિંદા બનવા લાગ્યા છે અને વાહનોના ધુમાડા, સલ્ફર ડાયોક્સાઈડ સહિતના ઝેરી તત્વોનું પ્રમાણ ફરી વધ્યું છે અને સાથે અવાજનું પ્રદુષણ પણ વધ્યું છે. અવાજની માત્રા ૬૦થી ૭૦ ડેસીબલને પાર પહોંચી જતી હોય છે.

રાજકોટમાં મહત્તમ તાપમાન 44 સે. નોંધાયુ

રાજકોટમાં મહત્તમ તાપમાન ભાવનગર રોડ પર, ત્રિકોણબાગ, નાનામવા સર્કલ, સોરઠીયાવાડી, જિલ્લા પંચાયત ચોક, મહિલા કોલેજ ચોક, આજી ડેમ ચોક સહિતના લગભગ તમામ ચોકમાં  ૪૪ સે. નોંધાયું છે જ્યારે રેસકોર્સ અને પ્રદ્યુમ્નપાર્ક ખાતે આ તાપમાન ૪૦થી ૪૧ સે.વચ્ચે નોંધાયું છે. જ્યારે પ્રદુષણનો આંક ૧૦૫ નોંધાયો છે.જો કે મનપાની કચેરીએ આજે મહત્તમ તાપમાન સેન્સરમાં ૩૦ સે.થી ઓછુ નોંધાયું હતું પરંતુ, તે સ્ટાન્ડર્ડ કે યોગ્ય જગ્યાએ સેન્સર નહીં મુકાયાની શક્યતા છે.

એકંદરે કોરોનાની સાથે એટલે કે સામે જીવતા શિખવાની સાથે પર્યાવરણની સાથે એટલે કે તેનું ધ્યાન રાખીને જીવતા શિખવાની પણ જરૃર છે. જો શહેરમાં સઘન વૃક્ષારોપણ કરાય, અવાજ-ધુમાડો વધુ ફેલાવતા વાહનો પર નિયંત્રણ મુકાય, પી.યુ.સી. પ્રમાણે જ વાહનોના ધુમાડા નીકળે તે જોવાય, લોકો બીનજરૃરી રીતે બહાર જવાનું અને ખાસ કરીને ટાળે તો પ્રદુષણને પણ લોકડાઉન કરી શકાય તેમ છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ઓનલાઇન ભણતરના કાળમાં અનોખો અભિગમ, ઘરે જઈને આપી રહ્યા છે શિક્ષણ આ ગુરુજનો

Pritesh Mehta

ચૂંટણી/ કોંગ્રેસમાં શંકરસિંહ વાઘેલાની થશે ઘરવાપસી, રાહુલ ગાંધી અને હાર્દિક પટેલ મામલે ભરતસિંહના મોટા ખુલાસા

Pritesh Mehta

કોરોના/ સાબરમતી નદીને પ્રદુષિત કરતી ભાજપની ગુનાહિત બેદરકારી, 250 કરોડ ગયા પાણીમાં છતાં સાબરમતીનું ન થયું શુદ્ધિકરણ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!