GSTV
Home » News » ગુજરાતમાં મહિલાઓ માટે રાજકોટ પોલીસ બની સૌથી અગ્રેસર, 24 કલાક આપશે સુરક્ષા

ગુજરાતમાં મહિલાઓ માટે રાજકોટ પોલીસ બની સૌથી અગ્રેસર, 24 કલાક આપશે સુરક્ષા

મહિલાઓની છેડતીને અટકાવવા માટે રાજકોટ પોલીસ દ્વારા વિશેષ એપ તૈયાર કરવામાં આવી છે.પોલીસ દ્વારા ‘દુર્ગા શક્તિ’ નામની આ એપનું આજે અનાવરણ કરવામાં આવ્યું. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, અંજીબેન રૂપાણી તેમજ RMC મેયરના હસ્તે એપ ખુલી મુકવામાં આવી.

ગુજરાતમાં પ્રથમ વાર મહિલા સુરક્ષા માટે આ પ્રકારની એપ રાજકોટ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવી છે.આ એપ ૨૪ કલાક કાર્યરત રહેશે. દુર્ગા શક્તિ ટિમ દ્વારા આ એપનું સંચાલન કરાશે. રાજકોટ શહેર ના દરેક પોલીસ મથક માં દુર્ગા શક્તિ ટિમ માંથી ૪ મહિલા કોન્સ્ટેબલ રહેશે.

દુર્ગા શકિત એપ પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરવી પડશે જેમાં પ્લે સ્ટોરમાં જઈને સુરક્ષિતા ટાઈપ કરવાનું રહેશે.જે બાદ રજીસ્ટર અને કંટીન્યુ નામના બટન પર ક્લિક કરવાનું રહેશે.

ત્યારબાદ એપ્લિકેશનનો ઉપયોગ કરવા ઈચ્છુક વ્યક્તિએ પોતાનું નામ, નંબર, રહેઠાણનું સરનામું, તેમજ પોતાના બે ગાર્ડિયનના નંબર અને પોતાનો ફોટો અપલોડ કરવાનો રહેશે.

જ્યારે પણ મહિલા એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરી રહી હોય ત્યારે તેને એપ્લિકેશનના માધ્યમથી સ્ટાર્ટિંગ પોઇન્ટ અને એન્ડિંગ પોઇન્ટ વિશેની માહિતી એપ્લિકેશનમાં ફીલ કરવાની રહેશે. તો સાથે જ મુસાફરી માટે ઉપયોગમાં લેનાર વાહનના નંબર પણ એડ કરી શકાશે.

જ્યારે મહિલાને કોઈપણ જાતની મદદની જરૂર હોય ત્યારે તેને એપ્લિકેશનમાં રહેલ હેલ્પ બટન પર ક્લિક કરવાનું રહેશે. હેલ્પ બટન પર ક્લિક કરતાની સાથે જ તેની જાણ જે તે મહિલાના ગાર્ડિયન અને પોલીસને થશે. એપ્લિકેશનના માધ્યમથી જ જે તે મહિલાના કરંટ લોકેશન ની માહિતી તેના પરિવાર અને પોલીસને મળી જશે.

READ ALSO

Related posts

પાટીદાર બાદ આ સમાજના અનામત આંદોલનમાં રૂપાણી સરકાર ભેરવાઈ, મંત્રીઓ અને સાંસદો માગી રહ્યાં છે જવાબ

Mayur

સુરત ભાજપમાં બખેડો : મંત્રીઓ અને સ્થાનિક નેતાઓનું કરોડોનું રોકાણ જોખમમાં, ગાંધીનગરમાં બાખડ્યા

Mayur

મિસીસ ઈન્ડિયા ૨૦૧૯ બની આ મહિલાએ વધાર્યું પોરબંદરનું ગૌરવ, દેશભરની 34 મહિલાઓને પછાડી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!