GSTV
Home » News » 37 જેટલા છરીના ઘા મારી આધેડની હત્યા કરનારા શખ્સનું પોલીસે સરઘસ કાઢ્યું

37 જેટલા છરીના ઘા મારી આધેડની હત્યા કરનારા શખ્સનું પોલીસે સરઘસ કાઢ્યું

રાજકોટમાં જાહેરમાં આધેડની હત્યા કરનારા શખસનુ પોલીસે સરઘસ કાઢ્યુ હતુ. રાજકોટના રવિરત્ન પાર્ક વિસ્તારમાં ફીરોજ નામના આરોપીએ બાપી નામની જાણીતા શખસને રસ્તામાં જ આડેધડ છરીના ૩૭ જેટલા ઘા ઝીંકીને હત્યા કરી હતી. આ હત્યા બાદ તે ફરાર થઇ ગયો હતો. આ હત્યા કરી તેના આગલા દિવસે ફિરોઝની બાપી સાથે બોલાચાલી થઇ હતી.

આ બોલાચાલીનુ વેર રાખીને ફિરોજે સરાજાહેર બાપીની હત્યા કરી હતી. જો કે પોલીસે ગણતરીના સમયમાં ફિરોઝની ધરપકડ કરી હતી. બાદમાં લોકોમાં કાયદાનો ડર રહે અને ફરી કોઇ આવી ઘટનાને અંજામ ન આપે તે માટે રવિરત્ન પાર્ક વિસ્તારમા તેનુ સરઘસ કાઢ્યુ હતુ.

READ ALSO

Related posts

એવેન્જર્સ એન્ડગેમ: ચીનમાં મચાવી ધૂમ, કરી કરોડોની કમાણી

Path Shah

નાસાએ મંગળની ધરતી પર પ્રથમ વખત ધરતીકંપ નોંધ્યો

Path Shah

ગાંધીનગર લોકસભા બેઠકનાં બાપુપુરા બૂથ પર બોગસ વોટીંગનો મામલો, ફેરમતદાનની માગ

Riyaz Parmar