GSTV
Home » News » રાજકોટમાં નવરાત્રિ માટે પોલીસે તૈયાર કર્યું ટાઈમટેબલ, આ નિયમોનો ભંગ કર્યો તો થશે કાર્યવાહી

રાજકોટમાં નવરાત્રિ માટે પોલીસે તૈયાર કર્યું ટાઈમટેબલ, આ નિયમોનો ભંગ કર્યો તો થશે કાર્યવાહી

નવરાત્રિના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાજકોટ પોલીસને તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે અને ગરબા આયોજકોને મહત્વના નિર્દેશ પણ આપ્યા છે. જેમાં રાતે 12 વાગ્યા સુધી જ સાઉન્ડ વગાડવાની મંજૂરી આપવામાં આવી છે. નવરાત્રિ આયોજકએ ગરબા ગ્રાઉન્ડ પર સીસીટીવી લગાવવા ફરજીયાત છે. અને આ સીસીટીવીનો ડેટા 30 દિવસ સુધી સાચવી રાખવાનું પણ કહેવામાં આવ્યુ છે. આ સિવાય ફાયર સેફ્ટીના સાધનો અને એનઓસી સર્ટીફિકેટ મેળવવા પણ ફરજીયાત છે.

ગરબા આયોજકોએ પાર્કિંગની વ્યવસ્થા અને સિક્યોરિટી ગાર્ડ રાખવા ફરજીયાત કરવામાં આવ્યા છે. નવરાત્રી માટે 2 DCP, 4 ACP, 12 PI અને 43 PSI સહિત 669 પોલીસકર્મીઓનો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. આ ઉપરાંત 59 પેટ્રોલિંગ ટીમો, 30 સ્ટેટીક પોઇન્ટ કાર્યરત રહેશે. રાજકોટ શહેરમાં 28 કોમર્શિયલ, 103 પ્રાચીન મોટી ગરબી અને 469 નાની ગરબીનું આયોજન કરાયુ છે. આ ઉપરાંત 17 વેલકમ નવરાત્રીનું પણ આયોજન થયુ છે.

READ ALSO

Related posts

દિલ્હીની હાર પર RSSની ભાજપને ચેતવણી, મોદી અને શાહ હંમેશાં મદદ ન કરી શકે

Mayur

હર હર મહાદેવના નાદ સાથે દેશભરમાં મહાશિવરાત્રીની ધામધૂમ પૂર્વક ઉજવણી

pratik shah

યુપીનાં સોનભદ્રનાં પર્વતોમાંથી અદભૂત ખજાનો મળ્યો, ગોલ્ડ સહિત અન્ય ધાતુઓ પણ મળી આવી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!