રાજકોટ શહેરના જાણિતા રૈયા રોડના એક એપાર્ટમેન્ટમાં પોલીસને બાતમી મળતા દરોડા પાડ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે રૈયા રોડ નજીક ૮૦ ફૂટના રોડ પર શાંતીનગર પાસે સનસીટી એન્કલેવ એપાર્ટમેન્ટમાં બી-વીંગમાં ફલેટ નં. ૧૦રમાં રહેતાં વનીતાબેન જયેશભાઈ બાટવીયા (ઉ.વ.પ૦)ના ફલેટમાં દરોડો પાડી ક્રાઈમ બ્રાંચે જુગાર રમતા વનીતાબેન સહિત કુલ આઠ મહિલાને રોકડ અને પ મોબાઈલ મળી કુલ રૂા.ર૬,પ૦૦ના મુદ્દામાલ સાથે પકડી લીધી હતી. તો બીજી તરફ રાજકોટ શહેરમાં ક્રિકેટના સટ્ટાના અડ્ડા પર પણ પોલીસે દરોડા પાડ્યા હતા.

ક્રાઈમ બ્રાંચે જુગાર રમતા આઠ મહિલાઓને ઝડપી પાડી
ધરપકડ કરાયેલામાં વનીતાબેન ઉપરાંત અરૂણાબેન નરસીદાસ ડાંગરીયા (ઉ.વ.૬પ, રહે. અનુપમ સોસા., નાનામવા રોડ), હિનાબેન દલપતરામ દેસાણી (ઉ.વ.પ૧, રહે. હુડકો કવાર્ટર, આર.ટી.ઓ. પાસે), ઉર્મીલાબેન કિશોરભાઈ બાટવીયા (ઉ.વ.પપ, રહે. સ્વામીનારાયણ ચોક પાસે), છાયાબેન રાજેન્દ્રભાઈ જોષી (ઉ.વ.પ૪, રહે. ગાંધીગ્રામ સોસા. શેરી નં.૪/ર ખૂણો), શારદાબેન મૂળજીભાઈ સરવૈયા (ઉ.વ.પર, રહે. સાંઈધામ સોસા. ગોકુલધામ પાસે) અને લતાબેન દિનેશચંદ્ર શાહ (ઉ.વ.૬ર, રહે. જલજીત સોસા., ગોકુલધામ અંદર)નો સમાવેશ થાય છે.

બીજા દરોડામાં ટાગોર રોડ પર હેમુ ગઢવી હોલ સામે રોડ ઉપર મોબાઈલમાં આઈ.ડી. વડે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતાં રાજ નીતીનભાઈ સોલંકી (ઉ.વ.૩૪, રહે. દામજી મેપા પ્લોટ, પીપળીયા હોલ મેઈન રોડ)ને પકડી રૂા.૮ હજારની કિંમતનો મોબાઈલ કબજે કર્યો હતો.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો