GSTV

ઉત્તરાયણ પૂર્વ પ્રતિબંઘિત તુક્કલ અને ચાઈનિઝ દોરીના વેચાણ રોકવા પોલીસે શરૂ કર્યું ઓપરેશન

દર વર્ષે રાજ્ય સરકાર ૧૦ જાન્યુઆરીથી લઈ 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચલાવે છે. આ સાથે દર વર્ષે વહીવટી તંત્ર દ્વારા ચાઇનીઝ દોરી અને ચાઈનીઝ તુક્કલ પર પ્રતિબંધ પણ લાદવામાં આવે છે. જે માટેનું જાહેરનામું દર વર્ષે પ્રસિદ્ધ પણ કરાઇ છે. આમ છતાં દર વર્ષે ચાઇનીસ દોરીના કારણે અસંખ્ય લોકોને ઇજા પહોંચે છે. દર વર્ષે આકાશમાં ઉતરાયણની સાંજે તો તુક્કલો ઉડતા નજરે પડે છે. જેથી આ વર્ષે આવું ન બને તે માટે રાજકોટ પોલીસે ઉતરાયણ પહેલા જ કવાયત હાથ ધરી છે.

  • ચાઇનીઝ દોરીના પ્રતિબંધનું પાલન કરવા રાજકોટ પોલીસ સજ્જ
  • ઉતરાયણ પહેલા જ રાજકોટ પોલીસે બોલાવી ઘાંચ
  • ૨ હજાર ચાઇનીઝ તુક્કલ અને ચાઇનીઝ દોરી કબજે કરી

મકરસંક્રાંતિના તહેવાર ને આડે હવે ગણતરીના જ કલાકો બાકી છે. આ વર્ષે પણ સરકાર તરફથી ચાઇનીઝ દોરી અને તુકકલ પર પ્રતિબંધ ફરમાવાયો છે. આમ છતા બજારમાં ચાઇનીઝ દોરી અને તુકકલનું વેચાણ થઇ રહ્યું છે. રાજકોટ પોલીસ છેલ્લા 2 દિવસથી અલગ અલગ જગ્યા પર પતંગ બજાર અને પતંગ દોરીના સ્ટોલ પર ચેકીંગ હાથ ધરી રહી છે. જેમાં શનિવારે સાંજના પોલીસે બાતમીના આધારે ખૂબ મોટા પ્રમાણમાં તુકકલ અને ચાઇનીઝ દોરીના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો..પોલીસે સદર બજારમાં ગ્રાહક બની વેપારી પાસે તુકકલ અને ચાઇનીઝ દોરીની માંગ કરતા ફૈસલ જુમાણી નામના વેપારી પાસેથી 2000 નંગ ચાઇનીઝ તુકકલ અને 15 નંગ ચાઇનીઝ દોરી મળી આવી હતી. આરોપીની પૂછપરછ કરતા તે પોતે તુક્કલ નો જથ્થો અમદાવાદથી લઇ આવ્યો હોવાનું જણાવ્યું હતું.

આ ઉપરાંત પોલીસે રાજકોટ શહેરમાં અલગ અલગ જગ્યા પર દરોડા કરી ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા 3 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે લોકો તુકકલની ઓનલાઇન ખરીદી પણ કરી શકે છે અને જેનું પણ વેચાણ થઇ રહ્યું ત્યારે તુક્કલ ઉડાવનાર કોઈ ઝડપાશે તો તેમના સામે પણ પોલીસ કાર્યવાહી કરી જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

READ ALSO

Related posts

લોકડાઉન અને વાવાઝોડાથી માછીમારોને કરોડો રૂપિયાનું નુકાશાન, સરકાર પાસે કરી રાહત પેકેજની માગ

Nilesh Jethva

દેવી દુર્ગા બનીને ફોટોશૂટ કરાવ્યો નુસરત જહાંએ, લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે સાંસદનો આ અવતાર

Pravin Makwana

અમદાવાદીઓ ચેતી જાજોઃ ગુજરાત સહિત શહેરમાં કોરોનાએ માથું ઉંચક્યું, icu વેન્ટિલેટર સાથેના બેડ હાઉસફૂલ

Karan
Do NOT follow this link or you will be banned from the site!