GSTV

રાજકોટમાં મહિલા પોલીસે ઝડપ્યું કુટણખાનું, સગીરા સહિત મહિલાને નરાધમોની ચંગુલમાંથી બચાવ્યા

સગીરા

Last Updated on June 18, 2021 by pratik shah

રાજકોટમાં મહિલા પોલીસ અને સમાજ સુરક્ષા વિભાગે હોટલ પાર્ક ઈનમાં દરોડા પાટી કુટણખાનુ ઝડપી પાડ્યું છે,, આ મામલે સેક્સ રેકેટ ચલાવતી મહિલા, હોટલના મેનેજર સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ભોગ બનનાર બંગાળી મહિલાને તેમજ એક સગીરાને પોલીસે મુક્ત કરાવી હતી.

સમાજ સુરક્ષા વિભાગ અને મહિલા પોલીસ હોટલમાં દરોડા પાડ્યા

આ મામલે સ્થાનિક એક એનજીઓને માહિતી મળી હતી કે સદર બજારમાં આવેલા પાર્ક ઈન હોટલમાં છેલ્લા બે મહિનાથી મેરઠની એક સગીરા સંતોષ નામના વ્યક્તિ સાથે રોકાયેલી હતી,, જેના આધારે એનજીઓએ સૌપ્રથમ સમાજ સુરક્ષા વિભાગને આપવામાં આ અંગે માહિતી આપી..જે બાદ એનજીઓ, સમાજ સુરક્ષા વિભાગ અને મહિલા પોલીસ હોટલમાં દરોડા પાડ્યા હતા.

હોટલના મેનેજર તોરલીયા ધરપકડ કરી

હોટલમાંથી સંતોષ નામની વ્યક્તિ મળી ન હતી પરંતુ 16 વર્ષીય સગીરા મળી આવતા તપાસના આધારે સેક્સ રેકેટ ચાલતું હોવાનો ભાંડો ફૂટ્યો હતો..આ મામલે પોલીસે પ્રભુદાસ ઉર્ફે દાસ ભાઈ ચંદુભાઇ કક્કડ, જયશ્રીબેન, મનુભાઇ ચાવડા તેમજ હોટલના મેનેજર તોરલીયા ધરપકડ કરી હતી.

READ ALSO

Related posts

કામનું/ SBI, HDFC કે પછી PNB? જાણો કઈ બેન્ક આપી રહી છે FD પર સૌથી વધુ વ્યાજ

Damini Patel

લાખો પેન્શનર્સને મળી દિવાળીની ભેટ! મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો થયો વધારો, જાણો ક્યારથી થશે લાગુ

Bansari

સાચવીને રહેજો / કોરોનાનું ત્રણ ગણું જોખમ વધારી શકે છે આ ગંભીર બીમારી, દર્દીઓની થઇ જાય છે આવી હાલત

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!