ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી અચાનક હાર્ટેએટેક આવવાની ઘટનામાં ઓંચિતો વધારો થતા ચોંકાવનારા સવાલો ઉભા તો થઈ જ રહ્યા છે, તો બીજી તરફ આ અંતર્ગત ચિંતાનજનક રિપોર્ટ્સ પણ સામે આવી રહ્યા છે. આ હાર્ટએટકેના કિસ્સાઓમાં મોત નિપજવાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. ત્યારે આવીજ એક ચોંકાવનારી ઘટના રાજ્યના રાજકોટમાંથી સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે ક્રિકેટ રમતા મોતની વધુ એક ઘટના બની છે. રાજકોટમાં આ પહેલા પણ ક્રિકેટ રમીને ઘરે પરત ગયા બાદ 4 યુવકોના હાર્ટએટેક આવતા તેનુ મોત નિપજ્યુ હતું. આ ઉપરાંત સુરત, અમદાવાદમાં પણ આવી જ ઘટના બની હતી.

રાજકોટમાં વધુ એક ઘટના બની
રાજકોટમાં આજે વધુ એક વ્યક્તિને ક્રિકેટ રમતા સમયે અચાનક હાર્ટએટેક આવતા તે ગ્રાઉન્ડ પર જ ઢળી પડ્યો હતો. યુવકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જો કે તેને સારવાર મળે તે પહેલા જ ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ પર આ ઘટના બની હતી. આ પહેલા શહેરમાં ક્રિકેટ રમતા હાર્ટએટેકથી 4 યુવકોના મોત થયા હતા. મૃતક વ્યક્તિનું નામ મયુર મકવાણા જાણવા મળ્યુ હતું અને તેની ઉમર આશરે 45 વર્ષ હતી.

ગઈકાલે પંચમહાલમાં યુવકને હાર્ટએટેક આવ્યો હતો
રાજકોટમાં આજે ફરી એકવાર ક્રિકેટ રમતા વ્યક્તિનું મોત થયુ હતું. આ સાથે રાજકોટમાં આ પાંચમી ઘટના બની હતી જ્યારે રાજ્યમાં દોઢ મહિનાના ગાળામાં આ આઠમી ઘટના બની હતી. ગુજરાતમાં યુવકોમાં હાર્ટએટેકના બનાવ દિવસેને દિવસે વધી રહ્યા છે. હજુ ગઈકાલે પંચમહાલમાં એક યુવક લગ્ન પ્રસંગમાં નાચી રહ્યો હતો ત્યારે અચાનક હાર્ટએટેક આવતા ઢળી પડ્યો હતો જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે તેને સારવાર મળે તે પહેલા જ રસ્તામાં મોત નિપજ્યુ હતું.
READ ALSO
- IPL 2023/ આઇપીએલ શરુ થાય એ પહેલા જ 1 ડઝનથી વધુ ખેલાડીઓ ઈજાગ્રસ્ત, આ ટીમ છે સૌથી વધુ અસરગ્રસ્ત
- SOGના મેડિકલ સ્ટોર પર દરોડા! પ્રિસ્ક્રિપ્શન વગર નશાયુક્ત દવાઓનું વેચાણ કરતો વેપારી ઝડપાયો, મોટા પ્રમાણમાં નશાકારક સીરપ ઝડપાઈ
- સુરત / ફરી એકવાર સબસીડી યુક્ત યુરિયા ખાતરની કાળા બજારીનો પર્દાફાશ, એકની ધરપકડ
- ચાણક્ય નીતિ: બાળકનો ઉછેર કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો, સારા સંસ્કાર આવશે
- વધુ એક કૌભાંડ! જામનગરમાંથી કરોડો રૂપિયાનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું, DDGIએ નોટીસ ફટકારી