યાત્રાધામ વીરપુરમાંલોકો ખોટી રીતે વ્યાજખોરોના વિષચક્રમ ન ફસાઈ તે હેતુસર લોકોને અલગ અલગ વિભાગોમાંથી મળતી લોનની માહિતીઓ આપવા માટે લોન કેમ્પનું આયોજન કર્યું હતું. વિરપુર પોલીસ સ્ટેશનમાં જેતપુર ડિવાયએસપીની હાજરીમાં લોન કેમ્પ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં જેતપુરના નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, સરકાર લોકો વ્યાજખોરોના ત્રાસમાં ન સહન કરવો પડે અને આર્થિક જરૂરિયાતોને પૂર્ણ કરી શકે તેવા માધ્યમથી લોન કેમ્પનું આયોજન થયું હતું.

સાબરકાંઠામાં પોલીસ અપાવશે લોન
મધ્યમ અને ગરીબ વર્ગના લોકો વ્યાજખોરોના ગાળીયામાં ફસાય નહિ એ માટે હવે પોલીસ મધ્યસ્થી બની આવા જરૂરીયાતમંદ લોકોને લોન અપાવશે. સાબરકાંઠા જિલ્લા પોલીસ જરૂરીયાતમંદોને લોન અપાવશે. સાબરકાંઠા પોલીસે 3 ફેબ્રુઆરીએ લોન મેળાનું આયોજન કર્યું છે. સાબરકાંઠા પોલીસ હેડ ક્વાટર સહીત પોલીસ મથકોમાં બેંકોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. લોકોને સ્થળ ઉપર ડોક્યુમેન્ટેશન કરીને લોન આપવામાં આવશે. જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ આયોજન કરીને લોકોને લોન મેળામાં હાજર રહેવા અપીલ કરી હતી.
READ ALSO
- ભારત-પાકિસ્તાનની મેચને લઈને શાહિદ આફ્રીદીએ PM મોદીને કરી વિનંતી
- Pedigree/ શરીરમાં તાકાત વધારવા માટે કૂતરાવાળા પ્રોટીન ખાવા લાગ્યો છોકરો, થઈ ગઈ આ હાલત
- વાળમાં ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન છો : તો આજે જ આ ઘરેલુ ઉપાય અજમાવો
- PM મોદીને મળવા પહોંચ્યા NSA અજીત ડોભાલ, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ ચીફ પણ બેઠક માટે હાજર
- હિંદુત્વની વિચારધારા સામે લડવા માટે વિચારધારાઓનું ગઠબંધન હોવું જોઈએ : પ્રશાંત કિશોર