Rajkot News : રાજકોટ જિલ્લાના ધોરાજી માર્કેટયાર્ડમાં કપાસની પુષ્કળ અવાક થઇ રહી છે. પંથકના ખેડૂતો તેમનો કપાસ લઈને માર્કેટયાર્ડ પહોંચ્યા, પણ પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો ચિંતિત થયા છે.
ધોરાજી માર્કેટયાર્ડમાં ખેડૂતોને કપાસના એક મણના રૂ.1300થી રૂ.1450 મળી રહ્યાં છે, જે ગત વર્ષ કરતા રૂ.400 ઓછો છે. હાલ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, ઉપરાંત ખેડૂતોને ભાગીયાઓ અને ખેતમજૂરોને પણ નાણા ચુકવવાના હોવાથી ખેડૂતોને હાલ રૂપિયાની તાતી જરૂર છે, એવામાં ઓછા ભાવ મળતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.
કમોસમી વરસાદ, વાવાઝોડું અને ધુમ્મસને કારણે ખેડૂતોને કપાસના પાકમાં ઓછો ઉતારો થયો છે. આવી સ્થિતિમાં ઓછા ભાવ મળતા ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થતિ ઉભી થઇ છે.
GSTV NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/FlJNeW1uc19L5eP2UAglv3
GSTVની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો:
https://play.google.com/store/apps/details?id=com.tops.gstvapps&hl=en&gl=US&pli=1
READ ALSO
- BREAKING : છત્તીસગઢમાં વિષ્ણુદેવને મુખ્યમંત્રી બનાવ્યા બાદ બે ડેપ્યુટી CMના નામની ચર્ચા
- ભારતીય સેના AI સંચાલિત શસ્ત્રોનો કરશે ઉપયોગ, સરહદ નજીક લડાઈમાં દુશ્મનનો કરશે નાશ
- અંકલેશ્વર / હાંસોટ-કોસંબા રોડ કાર નહેરમાં ખાબકી, કારમાં સવાર હતા પતિ-પત્ની
- સરપંચથી લઈને સીએમ સુધીની સફર: વિષ્ણુદેવ સાયને મળી છત્તીસગઢના નવા કેપ્ટન, જાણો તેમની રાજકીય જીવન વિશે…
- 2023માં પ્રથમ છ મહિનામાં જ 42,000 લોકોએ કેનેડા છોડ્યું, જાણો શું છે કારણ