રાજકોટમાં ગેરકાયદે બાંધકામ કરનારા તત્વો સામે રાજકોટ મહાપાલિકાની કેવી ઢીલી નીતિ છે તેનો જીવતો દાખલો સામે આવ્યો છે. રાજકોટના રેસકોર્સ રીંગ રોડ ઉપર આવેલું વિઠ્ઠલ એપાર્ટમેન્ટ 44 વર્ષ જુનુ છે. જોકે જુનું અને જર્જરિત બિલ્ડીંગ હવે ભાજપના યુવા નેતા અને સમાજ કલ્યાણ સાથે જોડાયેલા નેતાના સંરક્ષણ ને પગલે બિલ્ડીંગ વિવાદમાં સપડાયું છે.
આ એપાર્ટમેન્ટના ફ્લેટ ધારકોની સહમતિ વગર વધારાનું બાંધકામ થઈ રહ્યુ હોવાનુ સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે. સમગ્ર મામલે ફ્લેટ ધારકોએ રાજકોટ મહાપાલિકાના મેયર અને અધિકારીઓને રજૂઆત કરી છે છતાં પરિણામ શૂન્ય આવ્યું છે , જેનું કારણ છે જેના ઉપર સમાજના કલ્યાણની જવાબદારી છે તેવા ભાજપના જ એક નેતા સમાજનું નહિ પરંતુ પોતાના અંગત લાભ માટે બિલ્ડરને છત્રછાયા પૂરી પાડી રહ્યા છે , જેથી બાંધકામ ગેરકાયદે બાંધકામ છતાં કોઈ રોકવા તૈયાર નથી. તેવો પણ આરોપ લાગ્યો છે.
રેસકોર્સ રીંગ રોડ ઉપર આવેલા વિઠ્ઠલ એપાર્ટમેન્ટમાં વધારાના ત્રણ માળ ચણવા માટે બાંધકામ શરૂ થયું છે. વિઠ્ઠલ એપાર્ટમેન્ટનું બાંધકામ કરવા માટે મહાપાલિકામાં વર્ષ ૧૯૭૪માં મંજુરી મેળવવામાં આવી હતી. ત્યારે બંધાક્મ માટે વિઠ્ઠલદાસ રાજદેવ દ્વારા બાંધકામ કરવામ આવ્યું હતું, જોકે બંધાકામ પણ અલગ અલગ રીતે અને અલગ અલગ સમયે થયું હતું.
જોકે ૧૯૮૪માં ચાર માળ ચણ્યા બાદ બાંધકામ રોકીને ફ્લેટ વેંચવામાં આવ્યા. જોકે બે દાયકા બાદ એફએસઆઈ વધારાનો લાભ લેવા માટે ફરી બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ તે માટે ફ્લેટ ધારકોની મંજૂરી લેવાઈ નથી. વધારાનું બાંધકામ કેટલું જોખમી બનશે તે અંગે કોઈ પણ વિચાર કર્યા વગર એક એક ફ્લેટ દીઠ એક એક કરોડ મેળવવા બાંધકામ કરવામાં આવી રહ્યું હોવાનો આરોપ લાગ્યો છે.