GSTV
Rajkot Trending ગુજરાત

રાજકારણનો ધમધમાટ/ રાજકોટ મનપાના ઈતિહાસમાં પ્રથમવાર આજે મુખ્યમંત્રીની કોર્પોરેટરો સાથે બેઠક, આપનો લાગ્યો ડર

રાજકોટ

સૌરાષ્ટ્રના રાજકીય એપીસેન્ટર રાજકોટમાં રાજકારણનો ધમધમાટ શરૂ થયો છે. કેજરીવાલની જંગી જાહેરસભા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે આવશે અને મહાપાલિકાના ઈતિહાસમાં સૌ પ્રથમવાર કોઈ મુખ્યમંત્રી મહાપાલિકાના કોન્ફરન્સ રૂમમાં કોર્પોરેટરો તથા ભાજપના વોર્ડ સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક યોજશે અને શહેરના વિકાસકામોની સમીક્ષા કરશે. આ પહેલા શિક્ષણમંત્રી રાજકોટ મનપામાં આવી બેઠક પ્રથમવાર યોજી ચૂક્યા છે અને સરકાર હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના કામો પર સીધી નજર રાખી રહ્યાના નિર્દેશ મળ્યા છે.

આજે રાજકોટની મુલાકાતે આવતા મુખ્યમંત્રી (1) સવારે 10 વાગ્યે રાજકોટ નજીકના રામપરા બેટી ગામે વિચરતી જાતિના 65 ઘરવિહોણા પરિવારોને ગૃહપ્રવેશ,સનદ્ વિતરણના કાર્યક્રમાં હાજરી આપશે (2) બપોરે 11.40 વાગ્યે સૌ પ્રથમવાર મુખ્યમંત્રી મહાપાલિકાના આંગણે આવશે અને મ્યુનિ.કમિ.કોન્ફરન્સ રૂમમાં કોર્પોરેટરો,ભાજપના હોદ્દેદારો, અધિકારીઓ સાથે શહેરના કામો-પ્રશ્નોની ચર્ચા કરશે. (3) બપોરે 2 વાગ્યે તેઓ સકટહાઉસમાં ફરી મીટીંગ યોજશે અને (4) બપોરે 3.30 વાગ્યે રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાયન્સ સિટી, એઈમ્સ, હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સહિત વિકાસકામોની સમીક્ષા કરશે. (4) સાંજે 5 વાગ્યે ઈમ્પીરીયલ પેલેસ હોટલ,યાગ્નિક રોડ ખાતે ખાનગી સંસ્થાના કાર્યક્રમમાં હાજરી આપશે.

રાજકોટ

મુખ્યમંત્રીની ઝેડ પ્લસ સુરક્ષા ધ્યાને લઈને મહાપાલિકામાં સુરક્ષા બંદોબસ્ત કરાયો છે જેમાં (1) ઢેબરરોડ પરના મનપાના મુખ્ય બન્ને દ્વારો લોકો માટે બંધ રહેશે (2) મનપાના વિશાળ પાકગ બંધ કરાશે અને લોકો તથા પત્રકારોને એસ.ટી.બસ સ્ટેન્ડમાં વાહનો પાર્ક કરાવાશે (3) મનપા કચેરીમાં આવેલ સિટી સિવિક સેન્ટરમાં જન્મમરણ નોંધ સહિતની કામગીરી ચાલુ રહેશે પણ વાહનો સાથે લોકો જઈ નહીં શકે. (4) મનપા પરિસરમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાશે. (5) મુખ્યમંત્રીનું આગમન થાય ત્યારે ધોમધખતા તાપની પરવાહ વગર પૂષ્પગૂચ્છો, તરણેતરની છત્રી, રંગોળી, રાસગરબા, સુશોભનથી તેમનું સ્વાગત કરવા આયોજન કરાયું છે. (6) મુખ્યમંત્રીના હસ્તે 31 ટીપરવાન તથા સફાઈના બે વાહનોને ફ્લેગઓફ અપાશે.

મનપામાં અગાઉ નરેન્દ્ર મોદીથી વિજય રૂપાણી સહિત કોઈ મુખ્યમંત્રીએ આવી બેઠક યોજી નથી. પ્રથમવાર યોજાતી આ બેઠકમાં કોર્પોરેટરો હાજર રહેશે તેમ જણાવ્યું છે પરંતુ, મેયર પ્રદિપ ડવે જણાવ્યા પ્રમાણે ભાજપના 72માંથી 68 કોર્પોરેટરો અને ભાજપના હોદ્દેદારો હાજર રહેશે.

Read Also

Related posts

દાદીએ પોતાના ગરબાથી ઈન્ટરનેટ પર મચાવી ધૂમ, એનર્જી જોઈ સારા-સારા ડાન્સર્સ રહી ગયા દંગ

Damini Patel

શું તમે પણ માઈગ્રેનથી પરેશાન છો? જાણો તેના લક્ષણો, કારણ અને બચવાના ઉપાય

Hemal Vegda

મહારાષ્ટ્રમાં મહાભારત/ એકનાથ શિંદે ક્યારે પણ શિવસેના પર કબજો નહિ જમાવી શકે, જાણો શું છે સંવિધાનની જોગવાઇ

Karan
GSTV