GSTV

રાજકોટ મનપા કમિશ્નરની મેગા ઝૂંબેશ, મિલ્કત વેરાનો ટાર્ગેટ પુરો કરવા ધમપછાડા

રાજકોટમાં મિલ્કત વેરાને લઇને મનપા કમિશ્નર ઉદિત અગ્રવાલે ધોકો પછાડ્યો છે. જેમાં રાજકોટ-મહાનગરપાલિકાના બાકીદારો પર મેગા ઝૂંબેશ હાથ ધરીને કુલ 36 ટીમોને 18 વોર્ડમાં મિલકતવેરો વસૂલ કરવા માટે ઉતારાઇ હતી. જેમાં અનેક મોલને સિલ કરવામાં આવ્યા છે.

આ સાથે અનેક મોટા માથાઓની મિલ્કત પણ સીલ કરાઈ છે. જેમાં રાજકોટ શહેરના 150 રોડ પર આવેલા બિગ બઝાર,પેન્ટાલૂંન અને રાધેકૃષ્ણ જવેલર્સનો પણ સમાવેશ થાય છે. તો આજે પણ 200થી વધુ મિલકતો સિલ કરવામાં આવી છે.

નોંધનીય છે કે, રાજકોટ મનપાએ ચાલુ વર્ષે 260 કરોડનો વેરા વસૂલાતનો લક્ષ્યાંક સેવ્યો છે. જેમાં અંદાજીત 2 માસમાં 100 કરોડની વસૂલાત કરવાની છે. જેથી તમામ વોર્ડમાં વેરા વસુલાતની ટીમો દ્વારા સિલ કરવાની કામગીરી કરાઇ રહી છે. જેમાં 1 લાખથી 5 લાખ સુધીના બાકીદારો સામે લાલ આંખ કરીને કડક કાર્યવાહી કરાઇ રહી છે.

READ ALSO

Related posts

ભાવનગર/ જૂના પાદર ગામના યુવકને પોલીસે ઢોર માર માર્યો, ખોટા કેસમાં ફસાવ્યાનો આરોપ

Pravin Makwana

સાબરકાંઠા/ દંત્રાલ ગામે આદિવાસીઓ પર 6 રાઉન્ડ ફાયરીંગ અને ટીયરગેસના સેલ છોડાયા

Pravin Makwana

સુરેન્દ્રનગર કોંગ્રેસના જિલ્લા મહામંત્રી સહિત 6 લોકોએ આપ્યા રાજીનામા, પાર્ટીમાં સોપો પડી ગયો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!