GSTV

ડોક્ટર્સ એસોસિએશન દ્વારા આંદોલન, વિવિધ માંગણીઓને લઈ રાજકોટમાં મેડિકલ કોલેજ અને અન્ય સરકારી તબીબોનો ઉગ્ર વિરોધ

Last Updated on December 1, 2021 by Dhruv Brahmbhatt

રાજકોટમાં મેડિકલ કોલેજ અને અન્ય સરકારી તબીબોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. વિવિધ માંગણીઓને લઈને રેલી સ્વરૂપે સિવિલ સુપ્રિટેન્ડેન્ટને આવેદન આપવામાં આવ્યું હતું. સિલિંગ, પ્રમોશન, પગાર વધારો અને ભરતી સહિતની માંગને લઈને રેલી સ્વરૂપે વિરોધ કરવામાં આવ્યો હતો.

9 માગણીઓમાં કોઈ જ કાર્યવાહી થઈ નથી

ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન અને ગુજરાત ઇન સર્વિસ ડોક્ટર્સ એસોસિએશન દ્વારા રાજ્યભરમાં આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે આજે રાજકોટ સિવિલની PDU મેડિકલ કોલેજ ખાતે ડોક્ટરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આજે સતત ત્રીજા દિવસે ડોક્ટરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. હોસ્પિટલ કેમ્પસ ખાતે રેલી યોજીને ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ કરાયો. રાજકોટ મેડિકલ કોલેજના 180 તબીબી શિક્ષકો અને રાજકોટ જિલ્લાના 150 સરકારી તબીબો મળીને કુલ 330 તબીબોએ સંયુક્ત થઈને આંદોલનની શરૂઆત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, આજે આંદોલનનો ત્રીજો દિવસ છે. ત્યારે તબીબો સતત એવી માંગ કરી રહ્યાં છે કે, ગત તારીખ 16 મે 2021 ના રોજ અગાઉની સરકારે તબીબી શિક્ષકોની 12 મુદ્દાની માંગણી મંજૂર કરતો એક ઠરાવ કર્યો હતો. પરંતુ 6 મહિના વીત્યા બાદ પણ 9 માંગણીઓમાં તો કોઈ જ કાર્યવાહી નથી થઈ.

તમને જણાવી દઇએ કે, સોમવારથી શરૂ થયેલા તબીબી શિક્ષકોના વિરોધએ નવી સરકારના CM અને આરોગ્ય વિભાગ પાસે તત્કાલિન મુખ્યમંત્રીએ કરેલા ઠરાવ મુજબની માંગણી સંતોષવા રજૂઆત કરી છે. પરંતુ જો તે સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામા આવી છે.

READ ALSO :

Related posts

ભ્રષ્ટાચાર / નીતિનિયમોને નેવે મૂકી વિકાસ કામો કર્યાનો આક્ષેપ, સરકારી યોજનાઓમાં થઈ રહી છે મોટાપાયે ગેરરીતી

GSTV Web Desk

એક્શનમાં વિપક્ષ / કોંગ્રેસે કોર્પોરેશનની ઓફિસો અને હોસ્પિટલોમાં બાઉન્સરો રાખવાનો ઉઠાવ્યો મુદ્દો, ઉગ્ર વિરોધ કરવાની ઉચ્ચારી ચિમકી

GSTV Web Desk

વિવાદિત દરખાસ્ત / કમર તોડી નાખે તેવી મોંઘવારી વચ્ચે શહેરીજનો પર કરબોજ વધારવાની તૈયારીમાં AMC

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!