GSTV

માસ્ક વગર રાજકોટ મનપાએ 5399ને ઝડપી પાડ્યા, આટલાનો તો ફક્ત દંડ વસુલ્યો

માસ્ક

Last Updated on June 16, 2020 by Arohi

રાજકોટમાં તા.૧૩-૪-૨૦૨૦થી બહાર નીકળનારા તમામ માટે માસ્ક અથવા તો રૂમાલ વગેરેથી નાક-મોં ઢાંકીને નીકળવુ ફરજીયાત બનાવતુ મ્યુનિ.કમિશનરનું જાહેરનામુ અમલી થયા બાદ ગત શનિવારે બરાબર તેને બે માસ પૂરા થયા ત્યાં સુધીમાં મહાપાલિકાએ માસ્ક નહીં પહેરનારા ૫૩૯૯ લોકોને ઝડપી લઈને પહેલા રૂ।.૧૦૦૦ લેખે અને બાદમાં સરકારના નિર્ણય અન્વયે રૂ.૨૦૦ લેખે કૂલ રૂ.૩૩,૮૯,૪૦૦નો દંડ વસુલ કર્યો છે.

નિ:શૂલ્ક માસ્ક વિતરણનું કાર્ય

આ એકધારી રોજની ઝૂંબેશની સાથે મનપાએ લોકોને નિ:શૂલ્ક માસ્ક વિતરણનું કાર્ય પણ સાથે સાથે કર્યું અને આજે બજારમાં આશરે ૯૦ ટકા લોકો માસ્ક પહેરીને નીકળતા નજરે પડે છે પરંતુ, હજુ પાંચ-દસ ટકા છૂટાછવાયા લોકો માસ્કની પરવાહ કરતા નથી. માસ્કના નિયમનો સામુહિક ભંગ કોઈ પોલીસ અધિકારી કે નેતાઓના સન્માનના કાર્યક્રમમાં થાય છે. વરસતા વરસાદમાં પણ મોટાભાગના લોકો હવે માસ્ક પહેરીને નજરે પડે છે.

રોજ સરેરાશ ૧૦૦ કેસો

જો કે ફરજીયાત બનાવાયું છે તે માસ્ક નથી પરંતુ, કોરોનાનો પોતાને ચેપ ન લાગે અથવા બીજાને ન પ્રસરે તે માટે રૂમાલ કે દુપટ્ટા વાળીને તેનાથી મોં ઢાંકવું પણ જાહેરનામા અનુસાર ચાલે છે. હવે માસ્ક પ્રતિબંધના અમલની જવાબદારી રાજ્ય સરકારે મનપા પાસેથી લઈને પોલીસ તંત્રને આપી છેત્યારે ઝૂંબેશ યથાવત્ અને અસરકારક રીતે જારી રહે તે જરૂરી છે. ઉલ્લેખનીય છે કે મનપા દ્વારા બે માસથી રોજ સરેરાશ ૧૦૦ કેસો કરવામાં આવ્યા છે પણ ખાસ વિરોધ વંટોળ થયા નથી, વળી જેટલા લોકોને દંડ કર્યો તેનાથી વધુ એટલે કે ૧૨૯૩૬ લોકોને વિનામૂલ્યે માસ્ક પણ પૂરા પાડયા છે અને કોઈને જેલમાં પૂર્યા નથી.

માસ્ક નિયમનો સૌથી વધુ ભંગ

જો કે દુકાનમાં જઈને નિયમનું પાલન કરાવાયું ત્યારે માથાકૂટ થઈ હતી. માસ્ક નિયમનો સૌથી વધુ ભંગ શહેરના પ્રાઈમ વિસ્તારો આવેલા છે તે વેસ્ટઝોનમાં ૨૧૧૭ લોકોને, ઈસ્ટઝોનમાં ૧૭૦૦ અને સેન્ટ્રલ ઝોનમાં ૧૫૮૨ને દંડ કર્યો છે. વોર્ડ નં.૫,૯,૧૧માં સૌથી વધુ નિયમભંગ થયો છે જે દરેકમાં પાંચસોથી વધુ લોકો બે માસમાં દંડાયા છે.

Read Also

Related posts

ઓલિમ્પિક/ ગોલ્ડ મેડલની મજબૂત દાવેદાર વિનેશ ફોગાટ હજુ સુધી નથી પહોંચી શકી ટોક્યો, આ મુશ્કેલી પડતાં એરપોર્ટ પર જ અટકી જવું પડ્યું

Harshad Patel

સાવધાન / બાળકો માટે ખૂબ જ જોખમકારક છે ઓનલાઇન ક્લાસ, શરીરની સાથે-સાથે મગજ પર પણ પડે છે ખરાબ અસર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!