GSTV
Home » News » રાજકોટના માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતો અને વેપારીઓના આમરણાંત ઉપવાસ, સરકાર પાસે આ છે માંગ

રાજકોટના માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતો અને વેપારીઓના આમરણાંત ઉપવાસ, સરકાર પાસે આ છે માંગ

રાજકોટમાં પાક વિમા સહિતના મુદ્દે ખેડૂતો બેડી માર્કેટ યાર્ડ ખાતે આમરણાંત ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. ઉપવાસ આંદોલનનો આજે બીજો દિવસ છે. પાક વિમો, ચેકડેમ રિપેરિંગ, ભાવાંતર યોજના લાગુ કરવા સહિતના માંગ સાથે ખેડૂત આગેવાનોએ આમરણાંત ઉપવાસ પર બેઠા છે. ખેડૂતોની સાથે વેપારીઓ પણ ઉપવાસ આંદોલનમાં સામેલ થયા છે. આમ 10 જેટલા ખેડૂતો અને વેપારીઓએ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. સરકાર માંગ નહી સંતોષે ત્યાં સુધી ઉપવાસની જાહેરાત કરવામાં આવી છે.

પાક વિમા મુદ્દે સરકારનું મૌન

પાક વિમા મુદ્દે સરકારે મૌન ધારણ કરી લીધું છે. સરકારી અધિકારીઓ અને નેતા નિવેદન આપવા માટે  ઠાગાઠૈયા કરી રહ્યા છે. મીડિયા નિવેદન માટે કૃષિ પ્રધાન આર.સી.ફળદુએ કૃષિ અધિક મુખ્ય સચિવ પર જવાબદારી ઢોળી. તો કૃષિ અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદ કહે છે કે મીડિયા સામે નિવેદન કરવા માટે કૃષિ પ્રધાન પોતે જ બંધાયેલા છે. 

રાજકોટમાં પાક વિમા સહિતના મુદ્દે ખેડૂતો બેડી માર્કેટ યાર્ડ ખાતે આમરણાંત ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. ઉપવાસ આંદોલનનો આજે બીજો દિવસ છે. આજે બીજા દિવસે બેડી માર્કેટિંગ યાર્ડ બહાર ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે.

Read Also

Related posts

એસ.ટી બસને ડેપોમાં કેમ લાવ્યો એમ કહી સરપંચે ડ્રાઈવરને ફટકાર્યો

Mayur

ચોમાસા બાદ ખાડાનગરી બની ગયેલા અમદાવાદમાં મંથર ગતિએ ચાલતા કામથી લોકોમાં રોષ

Mayur

ચીફ સેક્રેટરી ડો. સિંઘને છોટા ઉદેપુરના પ્રવાસ બાદ વાયરલ ઇન્ફેક્શન, સીએમે પણ જતાવી ચિંતા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!