GSTV
Home » News » Happy Valantine Day : પ્રેમિકાએ સવારે પાંચ વાગ્યે પ્રેમીને હોસ્પિટલ બોલાવી લમધારી નખાવ્યો

Happy Valantine Day : પ્રેમિકાએ સવારે પાંચ વાગ્યે પ્રેમીને હોસ્પિટલ બોલાવી લમધારી નખાવ્યો

વેલેન્ટાઈન ડેના એક દિવસ પહેલા જ પ્રેમિકાએ પોતાના વિધર્મી પ્રેમીની ધોલાઈ કરાવ્યાનો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નોકરી કરતી શારદા નામની યુવતીએ પોતાના પ્રેમી તોસિફને સવારે પાંચ વાગ્યે હોસ્પિટલ બોલાવ્યો હતો. અને સવારે નવ વાગ્યા સુધી બેસાડીને બાદમાં શરદ ભાઈ અને દિપો નામના શખ્સ દ્વારા ધોલાઈ કરાવી હતી.

આ વિધર્મી યુવકને આ શખ્સો છરીની અણીએ બાઈક પર બેસાડીને કાળીપાટ વિસ્તાર સુધી લઈ ગયા. અને ત્યાં ચાર લોકોએ તેને ઢોર માર માર્યા બાદ બાઈક પરથી ફેંકી દીધો હતો. હાલ યુવક સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અને પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

READ ALSO

Related posts

ગાંધીનગર લોકસભા બેઠકનાં બાપુપુરા બૂથ પર બોગસ વોટીંગનો મામલો, ફેરમતદાનની માગ

Riyaz Parmar

અમદાવાદ શહેર ભાજપમાં ભડકો,વોર્ડ પ્રમુખે સોશ્યલ મીડિયામાં વહેતું કર્યુ રાજીનામું

Riyaz Parmar

હવામાન ખાતાએ જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ, આ તારીખોમાં ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચશ

Riyaz Parmar