GSTV
Gujarat Government Advertisement

રાજકોટ પોલીસે ઉકેલ્યો હત્યાનો ભેદ, બાતમી આપ્યાની શંકાએ 2 ઈસમોએ આચર્યું હતું કૃત્ય

રાજકોટના કુવાડવા રોડ પર શનિવારે થયેલી હત્યાનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. ગત શનિવારે થયેલી હત્યા મામલે પોલીસે બે શખ્સોને પકડી પાડ્યા છે. ચોરીમાં પકડાયેલી બહેનની બાતમી આપ્યાની શંકા હત્યામાં પરીણમી. પોલીસે કમલેશ ઉર્ફે કમો વાડદોરિયા અને ગોપાલ ઉર્ફે ગોવિંદ સોલંકીની ધરપકડ કરી છે.

Gujarat Government Advertisement
રાજકોટ

પકડાયેલા આરોપીઓએ ગત શનિવારના રોજ રાત્રિના સમયે કુવાડવા રોડ પર મુકેશ નામના વ્યક્તિની પથ્થરના ઘા ઝીંકીને હત્યા કરી નાખી હતી. પોલીસ તપાસમાં હત્યા જે સ્થળે થઇ હતી ત્યાં રહેલી ઇંડાની લારી સંચાલકે બંન્ને આરોપીને જોયા હતા. જેને લઇને પોલીસે તપાસ શરૂ કરી હતી અને બાતમીના આધારે બંન્ને શખ્સોને પકડી પાડ્યા છે.

પોલીસના જણાવ્યા મુજબ હત્યા કરનાર કમલેશે કબૂલાત આપી હતી કે, 5 વર્ષ પહેલા પોરબંદર પોલીસે કમલેશની બહેનને ચોરીના ગુનામાં પકડી પાડી હતી અને કમલેશની બહેને પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા કરી હતી. આ ઘટનાથી પ્રભાવિત થઈ કમલેશના બનેવીએ પણ આત્મહત્યા કરી હતી. આ બાબતે કમલેશને આશંકા હતી કે તેની બહેનને મુકેશ સોલંકીએ બાતમી આપી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

બચેલી ચાય પત્તીઓનો આ રીતે કરો ઉપયોગ, ઘણા કાર્યો થઈ જશે સરળ

Pravin Makwana

કોરોનાકાળમાં આટલી વસ્તુનું કરો સેવન, વાયરસ નજીક પણ નહીં આવે, આજે લેવાનું કરી દો શરૂ

Pravin Makwana

લૌરા જેસોર્કા(Laura Jasorka), જે તેના બધા કપડાં ઉતારી અને પર્વત પર ચઢી ગઈ

Pravin Makwana
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!