રાજકોટમાં ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ-DGFTની ઓફિસના ક્લાસ-1 અધિકારી IAS જાવરીમલ બિશ્નોઈના આપઘાત કેસમાં મહત્વના અહેવાલ સામે આવી રહ્યા છે. જેમાં સીબીઆઈ જે.એમ બિશ્નોઈનાં ડ્રાઈવરની શોધખોળ કરી રહી છે. સીબીઆઈ હાલ બિશ્નોઈની બે ગાડીઓ અને ડ્રાઈવર પર પોતાની તપાસ કેન્દ્રિત કરી રહી છે. આ ઉપરાંત સીબીઆઈ બિશ્નોઈના બેંકના બે લોકર ખોલવા માટે પણ કવાયત હાથ ધરશે એવી વિગતો પણ સામે આવી રહી છે.

મહત્વનું છે કે, બિશ્નોઈના મોત બાદ 36 કલાકે તેમના પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો. જવરીમલ બિશ્નોઈના વકીલની માગ હતી કે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કેસની તપાસ કરવામાં આવે, આ તપાસ હાલ જિલ્લા મેજિસ્ટ્રેટ જ કરી રહ્યા છે, પોસ્ટમોર્ટમ પણ SDMની હાજરીમાં વિડિયોગ્રાફી સાથે કરવામાં આવ્યું છે, જેથી પરિવાર દ્વારા મૃતદેહનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.
-પત્ની-દીકરાનું નિવેદન નોંધાયુ, જ્યુડિશિયલ ઈન્ક્વાયરીના આદેશ અપાયા
DGFTના જોઇન્ટ ડિરેક્ટર IAS જવરીમલ બિશ્નોઈ આપઘાત કેસમાં એસીપી ભાર્ગવ પંડ્યાએ નિવેદન આપતા કહ્યું કે મૃત્યુ પામનારના પત્ની તેમજ તેમના દીકરાનું નિવેદન નોંધવામાં આવ્યું છે. પરિવાર દ્વારા CBIના અધિકારીઓ ઉપર જે આક્ષેપ કરવામાં આવ્યા છે તે આક્ષેપો મામલે પણ તપાસ કરવામાં આવશે. તપાસના કામે જરૂર જણાશે ત્યાં અને ત્યારે CBIના અધિકારીઓના પણ નિવેદન લેવામાં આવશે. મૃત્યુ પામનારના પરિવારજનોની માંગ હતી કે જ્યુડિશિયલ ઈન્ક્વાયરી કરવામાં આવે, જેનો ઓર્ડર પણ થઈ ચૂક્યો છે.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો