રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં ફરી એકવાર ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો પડ્યો છે કોંગ્રેસ નાં ધારાસભ્ય લલિત વસોયાથી નારાજ દલિત સમાજ તેમજ મુસ્લિમ સમાજ અને રબારી સમાજએ ભાજપને ટેકો જાહેર કર્યો.

વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ભૂકંપો સર્જાઈ રહ્યા છે ત્યારે લલિત વસોયા ની કામગીરી થી નારાજ મોટી પાનેલી ગામના લોકોએ સામૂહિક સંકલ્પ કરીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મહેન્દ્ર પાડલીયા ને ટેકો જાહેર કર્યો છે અને કોંગ્રેસને વોટ નાં આપવો તેવો વિચાર કર્યા છે ઉલ્લેખનીય છે કે ગત ટર્મમાં ધોરાજી ઉપલેટા 75 વિધાનસભા સીટ પર ધારાસભ્ય તરીકે કોંગ્રેસમાંથી લલિત વસોયા 25,000 જેટલા મતોની લીડ થી ચૂંટાઈ આવ્યા હતા ત્યારે ધારાસભ્ય બન્યા બાદ લલિત વસોયા ની કાર્યપદ્ધતિ અને વહાલા દાવલાની નીતિથી મોટી પાનેલી ગામના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને મોટી પાનેલી ગામના સરપંચ અને દલિત સમાજના લોકોએ કોંગ્રેસથી નારાજ થઈ અને કોંગ્રેસને રામરામ કર્યા સાથોસાથ પાનેલી ગામનો સમગ્ર લઘુમતી સમાજ પણ કોંગ્રેસને રામરામ કરી અને ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસમાં ભારે ભંગાણ સર્જાયું છે.

મોટી પાનેલીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ તકે પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય દિનેશભાઈ અમૃતિયા અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન જગદીશભાઈ કોટડીયા તથા પુનિતભાઈ ચોવટીયા સહિત ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને એ સમયે ગ્રામજનો દ્વારા મોટી પાનેલીના પુત્ર અને હાલ ભારતીય જનતા પાર્ટીના 75 વિધાનસભા ના ઉમેદવાર મહેન્દ્રભાઈ પાડલીયા ને સામૂહિક રીતે ગામજનોએ ટેકો જાહેર કર્યો હતો અને કોંગ્રેસને રામરામ કરતા કોંગ્રેસની છાવણીમાં સન્નાટો મચી જવા પામેલ હતો.
READ ALSO
- કેનેડા પછી હવે ઓસ્ટ્રેલિયામાં પણ પગ ફેલાવી રહ્યા છે ખાલિસ્તાની? ભારતીયો પર હુમલામાં પાંચ લોકો થયા ઘાયલ
- ભાજપે મુસ્લિમોને ટિકિટ આપી, ભૂતપૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબનું પત્તું કાપ્યું
- ગુજરાતમાં 1 ફેબ્રુઆરીથી શરૂ થશે રાહુલ ગાંધીની હાથ સે હાથ જોડો યાત્રા, 6 લાખ ગામડાઓમાં જશે
- જમ્મુ-કાશ્મીર: અવંતીપોરાના જંગલમાંથી લશ્કર-એ-તૈયબાના 4 આતંકવાદીઓની ધરપકડ
- દેશમાં રાજકીય ઈરાદાથી પ્રેરિત હત્યાનો સિલસિલો કાયમ, હત્યારા પકડાયા બાદ પણ હત્યા પાછળનું કાયમ રહ્યું ગૂઢ રહસ્ય