GSTV
Home » News » બાબા આંબેડર સ્મારક ભવનના લોકાર્પણમાં આંબેડકરની તસવીર જ ન હોવાથી થયો હોબાળો

બાબા આંબેડર સ્મારક ભવનના લોકાર્પણમાં આંબેડકરની તસવીર જ ન હોવાથી થયો હોબાળો

રાજકોટમાં બાબા આંબેડકર સ્મારક ભવન લોકાર્પણમાં હોબાળો થયો હતો જોકે પોલીસ અને ભાજપના નેતાઓએ મામલો થાળે પાડ્યો છે. વિપક્ષ નેતા વશરામ સગઠિયાએ સ્ટેજ પર પહોંચીને વિરોધ વ્યક્ત કર્યો હતો. મહાપાલિકા દ્વારા 1 કરોડ 70 લાખના કર્ચે આંબેડકર સ્મારક ભવન અને લાયબ્રેરી બનાવવામાં આવી છે. અને તેની આમંત્રણ પત્રિકામાં બાબા સાહેબ આંબેડકરની તસવીર ન રાખવા મુદ્દે વશરામ સાગઠીયાએ નારાજગી વ્યક્ત કરી હતી.

તો સાથે જ આજે લોકાર્પણ કાર્યક્રમ સ્થળે ભાજપનો પ્રચાર ન કરવાની માંગ પણ કરી હતી. વશરામ સાગઠિયા સ્ટેજ પર પહોંચીને વિરોધ નોંધાવતા પોલીસ અને ભાજપના નેતાઓએ તેમને સ્ટેજ પરથી ઉતારીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ કાર્યક્રમમાં લોકોના પાંખી ગેરહાજરીના કારણે રાજ્ય સરકારના પ્રધાન ઈશ્વર પરમાર પણ ગેરહાજર રહ્યા હોવાની ચર્ચા છે.

READ ALSO

Related posts

એવેન્જર્સ એન્ડગેમ: ચીનમાં મચાવી ધૂમ, કરી કરોડોની કમાણી

Path Shah

નાસાએ મંગળની ધરતી પર પ્રથમ વખત ધરતીકંપ નોંધ્યો

Path Shah

ગાંધીનગર લોકસભા બેઠકનાં બાપુપુરા બૂથ પર બોગસ વોટીંગનો મામલો, ફેરમતદાનની માગ

Riyaz Parmar