રાજકોટના જામનગર રોડ પર આવેલા મનહરપુર-૧માં શૈલેષ પંચાસરાએ તેની પત્ની નેહાની ચારિત્ર્ય પર શંકા રાખી છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. અને હત્યા બાદ તે પોતે જ યુનિવર્સીટી પોલીસ મથકે પહોંચ્યો હતો અને તેણે પોતે જ પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.

મળતી માહિતી મુજબ પોલીસ કન્ટ્રોલ રૂમમાં શુક્રવારની મધરાતે એક યુવકનો ફોન આવ્યો હતો. જેમાં યુવકે ફોન પર જણાવ્યું હતું કે મારી પત્ની ચારિત્રહીન છે તેના લફરાંથી કંટાળીને તેને મેં પતાવી દીધી છે. ક્યા પોલીસ સ્ટેશનમાં હું હાજર થાઉં. આવી વાતો સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. યુવકે પોલીસને સરનામુ પણ આપ્યુ હતું. આ સરનામા પર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
પોલીસે તેની અટકાયત કરીને કાર્યવાહી કરી છે. પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પત્નીને છેલ્લા કેટલાક સમયથી પરપુરૂષ સાથે સબંધ હોવાની શંકાએ તેણે ઝઘડો કર્યો હતો. અને તેની હત્યા કરી દીધી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં શૈલેષ ડ્રાઈવિંગનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે. અને તેના ચાર વર્ષ પહેલા નેહા સાથે લગ્ન થયા હતા. તેને ત્રણ વર્ષની પુત્રી પણ છે.
Read Also
- PM મોદીએ ઓસ્ટ્રેલિયન પીએમને આપ્યું આમંત્રણ, ટેસ્ટ મેચ જોવા આવી શકે અમદાવાદ
- પાકિસ્તાન / પેશાવરની મસ્જિદમાં થયેલા બ્લાસ્ટમાં કુલ 84 લોકોના મોત થયા
- ફેડ બાદ બેંક ઓફ ઈંગ્લેન્ડે વ્યાજ દર વધાર્યો / RBIની 5 ફેબ્રુઆરીથી મોનિટરી પોલિસીની બેઠક, રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો કરાશે વધારો?
- યુગાન્ડાના ગામમાં રહેતા વ્યક્તિને 12 પત્નીઓ, 102 બાળકો અને 578 પૌત્રો છે, જાણો
- કોર્ટના આદેશનો અનાદર કર્યો, હવે ભાજપના આ પૂર્વ ધારાસભ્યની મિલકત જપ્તીનો થયો આદેશ