GSTV

રાજકોટ/ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કમનસીબ ગણાવી દુખ વ્યકત કર્યુ

રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કમનસીબ ગણાવી દુખ વ્યકત કર્યુ છે. તેમણે જાણકારી આપતા કહ્યુ હતુ કે ત્રણ માળની હોસ્પિટલના પહેલા માળે આગ લાગી હતી. જેમાં ત્રણ દર્દીના ઘટનાસ્થળે જ જ્યારે કે બે દર્દીના શિફ્ટિંગ દરમિયાન મોત થયા હતા. ઘટનાની મધરાતે જ સીએમ વિજય રૂપાણીએ માહિતી લઇ તપાસના આદેશ આપ્યા છે. અધિક અગ્ર સચિવ એ.કે.રાકેશ રાજકોટ જવા રવાના થયા છે. તેમણે વેન્ટિલેટરમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યા બાદ આઇસીયુ વોર્ડમાં ફેલાયનો પ્રાથમિક અંદાજ હોવાનુ જણાવ્યુ હતુ.

ઘટનાની મધરાતે જ સીએમ વિજય રૂપાણીએ માહિતી લઇ તપાસના આદેશ આપ્યા

હોમટાઉન રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગ અંગે મધરાતે જ સીએમ વિજય રૂપાણીએ માહિતી મેળવી હતી. તેમણે સમગ્ર ઘટનાના તપાસના આદેશ પણ આપ્યા છે. તો મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે આગની ઘટનામાં બેદરકારી દાખવનારા સામે કડક પગલા ભરવાની તૈયારી બતાવી હતી. હોસ્પિટલમાં આગ વખતે એક્ઝિટ ગેટ અંગે તપાસ કરવામાં આવશે.

Related posts

બનાસકાંઠામાં લવજેહાદની ઘટનાઓ બનતા લોકોમાં રોષ, કાયદો લાવવાની કરી રહ્યા છે વાત

Pravin Makwana

રૂપાણી સરકારને સુપ્રીમની ફટકાર, કોર્ટનો સમય બરબાદ કરવા બદલ ફટકાર્યો આટલો દંડ

Ankita Trada

અમદાવાદ/ ઉત્તરાયણમાં હરખઘેલા બનેલા યુવકે હવામાં કર્યું ફાયરિંગ, પોલીસે ફરિયાદ નોંધી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!