રાજકોટ હિટ એન્ડ રનમાં મૃત્યું પામેલી યુવતીને ન્યાય આપવાની માગ સાથે નીકળી રેલી

રાજકોટના થોડા દિવસ પહેલાના હિટ એન્ડ રનને લઈને આજે વિદ્યાર્થીઓએ વિરોધ વ્યક્ત કર્યો છે. અને ચક્કાજામ કર્યો છે. પંચાયત ચોક પાસે એક કારે એક્ટિવા ચાલકને ટક્કર મારી હતી. જેમાં બે યુવતીઓ ફંગોળાઈને રસ્તા પર પડી હતી.

આ અકસ્માતમાં ચાર્મી નામની યુવતીનું ઘટના સ્થળ મોત થયુ હતુ. ત્યારે મૃતક યુવતીને ન્યાય આપવાની માંગ સાથે રેલી યોજાઈ છે. બીઆરટીએસ રૂટ બંધ કરી દેવાયો છે. મૃતક ચાર્મીના પોસ્ટરો સાથે 1500થી વધુ યુવક યુવતીઓએ રેલીમાં સામેલ થયા.

સુત્રોચ્ચાર કરીને ચાર્મીને ન્યાય મળે તેવી માંગ કરી છે. અકસ્માતની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter