GSTV
Rajkot Trending ગુજરાત

તમે તમારી પાર્ટીની ચિંતા કરો, વિજયભાઈને કેટલાક મતભેદ હોઈ શકે પરંતુ મનભેદ ક્યારેય નથી : ગોવિંદ પટેલના વળતા પ્રહાર

ગોવિંદ

રાજકોટમાં ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે કોંગ્રેસના નેતા ઈન્દ્રનીલ રાજયગુરૂ પર વળતા પ્રહાર કર્યા છે. ગોવિંદ પટેલે પ્રેસનોટ જાહેર કરતા જણાવ્યુ કે, ઇન્દ્રનીલભાઈ તમે તમારી પાર્ટીની ચિંતા કરો. વિજયભાઈને કેટલાક મતભેદ હોઈ શકે પરંતુ મનભેદ ક્યારેય નથી. રાજકોટ પોલીસના વ્યવહાર સામે જે પગલાં લીધા છે તેને આડે પાટે ચડાવવાની કોશિશ કરવામાં ન આવે. અને લોકોનું હિત તમારે સમજવું જોઈએ. અમારી પાર્ટીની ચિંતા કર્યા વગર તમારે કોંગ્રેસની ચિંતા કરવી જોઈએ.

પ્રેસનોટ જાહેર કરતા ગોવિંદ પટેલે લખ્યું હતું કે, આક્ષેપો કરવાનો તમારો અબાધીત અધિકાર છે પરંતુ આક્ષેપો સત્યની નજીકના હોયતો લોકોના ગળે ઉતરે મારેને વિજયભાઈને કેટલાક મતભેદ હોઈ શકે પરંતુ મનભેદ ક્યારેય નહિ. તે આપે તથા આપની પાર્ટીએ સ્વીકારવું જોઈએ રાજ્ય સરકારે પોલીસના વ્યવહાર સામે જે પગલાઓ લીધા છે તેને આડે પાટે ચડાવવાની કોશિશ ન કરો જેમાં જાહેર જીવનનું અને લોકોનું હિત છે તે આપે સમજવું જોઈએ. આપ સમજદાર છો અમારી કે અમારી પાર્ટીની ચિંતા ન કરશો.

Read Also

Related posts

રીક્ષાવાળા ભાઈએ વાપરી સરસ યુક્તિ, ઓટોમાં લગાવી દીધું કુલર

Siddhi Sheth

નવી એરલાઇન ફ્લાય 91નો ફર્સ્ટ લુક જાહેર, શિયાળામાં પ્રથમ ફ્લાઈટ ઉડશે

Vushank Shukla

બીએસઇ ડેરિવેટિવ્ઝના ટર્નઓવરમાં ઉછાળો

Vushank Shukla
GSTV