રાજકોટના કલેક્ટરને ગરીબોના અનાજમાં નથી રહ્યો રસ. સડેલા અનાજ મુદ્દે તંત્રને અનેક ફરિયાદો કરવા છતાં તંત્રએ ફરિયાદમાં રસ જ દાખવ્યો નહીં. અનેક દુકાનકારોએ રાજકોટમાં સસ્તા અનાજની દુકાનોમાં હલકી કક્ષાની તુવેર દાળ ધરબી દીધી હોવાની ફરિયાદો કરી છે. આ મામલે વડાપ્રધાન કાર્યાલયને ફરિયાદ કરાતાં ગાંધીનગરથી વિજિલન્સની ટીમ રાજકોટ દોડી આવી હતી. ગાંધીનગરથી આવેલી ટીમે બજરંગવાડી કોઠારીયા વિસ્તારની દુકાનોમાંથી તુવેર દાળના નમુના લીધા હતા. આ નમુનાઓ વડોદરાની લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા. રાજકોટમાં તદ્દન હલકી અને ખરાબ ગુણવત્તાની તુવેર દાળ સસ્તા અનાજની દુકાનોમાં વેચવા આપી દેવાતી હતી.’

- રાજકોટ તંત્રને ગરીબોના અનાજમાં નથી રસ
- રેશનની દુકાનો પર આવી હલકી કક્ષાની તુવેર દાળ
- મામલો પીએમઓ સુધી પહોચતા તપાસ શરૂ

ગઈકાલે સાંજથી રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારોમાં સસ્તા અનાજના વેપારીઓને ત્યાં ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આજે બીજા દિવસે જિલ્લા પુરવઠા અધિકારી અને પુરવઠા વિભાગના ઇન્સ્પેક્ટરો સહિતના સ્ટાફ સાથે મીટીંગ પણ મળી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરમાં પુરવઠા વિભાગે જે કોન્ટ્રાક્ટરની તુવેર દાળ અખાદ્ય ગણાવીને તેના નમુના ફેઈલ જાહેર કર્યા છે તે તુવેરદાળનો જથ્થો ગમે તે રીતે રાજકોટમાં ઘુસાડી દેવાયો છે અને સડી ગયેલી તુવેરદાળ રાજકોટમાં સસ્તા અનાજના વેપારીઓને ફાળવવામાં આવી છે.
Read Also
- ઝઘડાની અદાવતમાં ગંદુ કૃત્ય, દરિયાપુરના શખ્સે સગીરા સાથે તકરાર કરી કપડા ફાડી છેડતી કરી
- હિટ એન્ડ રન/ રોડ ક્રોસ કરતા વૃધ્ધને લકઝરી કારેઅડફેટે લીધા, મોતને ઘાટ ઉતારી ચાલક ભાગી ગયો
- સુરતીઓ ચેતજો/ કોરોનાના કેસમાં ફરી આવ્યો ઉછાળો, આ વિસ્તારોમાં સૌથી વધુ ફેલાયુ સંક્રમણ
- દોષ છે કહી ભુવા પાસે વિધિ કરાવવા દબાણ, શંકાશીલ પતિએ મારઝૂડ કરીને પરિણિતાને કાઢી મૂકી
- શિવસેના સામે બળવાખોરો કાનૂની રીતે લડી લેવાના મૂડમાં, જૂથને માન્યતા માટે હાઈકોર્ટનો આશરો લેવાની શિંદેની હિલચાલ