GSTV
Home » News » રાજકોટમાં ફરી ચિક્કીના વેપારી ઝ૫ટે ચડ્યા : 476 કિલો અખાદ્ય જથ્થાનો નાશ

રાજકોટમાં ફરી ચિક્કીના વેપારી ઝ૫ટે ચડ્યા : 476 કિલો અખાદ્ય જથ્થાનો નાશ

પાંચ વેપારીને નોટીસ ફટકારાઇ : ચાર સ્થળોએથી નમુના લઇને તપાસમાં મોકલતુ આરોગ્ય વિભાગ

રાજકોટમાં ફરી એક વખત આરોગ્ય વિભાગે ચિક્કીના વેપારીઓ અને તેમના પ્રોડ્કશન યુનિટ પર દરોડા પાડ્યા છે. તેમજ 476 કિલો અખાદ્ય તેમજ પડતર ચિક્કીના જથ્થાનો નાશ કરાયો છે. આરોગ્ય વિભાગે પાંચ નામાંકિંત ચિકીના વેપારીઓને પ્રોડક્શન સમયે રાખવામાં આવેલી ક્ષતિને લઈને નોટીસ ફટકારી છે. આ તમામ જગ્યાએ યોગ્ય વાસણના બદલે સીધા જ જમીન ઉ૫ર વસ્તુ બનાવવામાં આવતી હતી. તો સાથે જ ચાર નામાંકિત બ્રાન્ડના નમુના પણ લેવામાં આવ્યા છે.

આરોગ્ય વિભાગ દ્વારા ઉત્તરાયણના ૫ર્વમાં ખુબ જ વેંચાતા ચિક્કીના વેપારીઓને ટાર્ગેટ બનાવીને જાહેર આરોગ્યની જાળવણી માટે હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીને લોકોમાંથી આવકાર મળી રહ્યો છે. જો કે નમુના લેવાયા બાદ અને નોટીસ ફટકાર્યા બાદ થોડા સમય ૫છી બધુ ભીનુ સંકેલી લેવાના બદલે સજા થાય ત્યાં સુધીની કાર્યવાહી કરાય તેવી લાગણી લોકોએ વ્યક્ત કરી છે.

ક્યાંથી નમુના લેવાયા ?

  1. અખિલેશ ચિક્કી – ગોળશિંગની ચિક્કી
  2. રાજેશ ચિક્કી – ખાંડશિંગની ચિક્કી
  3. મોહિની સિઝન સ્ટોર – કાળાતલની ચિક્કી
  4. મધુર મિઠાશ – એમ.વી ફુડઝ

ક્યાં ઉત્પાદક યુનિટને અપાઇ નોટીસ ?

  1. હાશ ચિક્કી
  2. ગણેશ ચિક્કી
  3. ભાવના ગૃહ ઉધ્યોગ
  4. અખિલેશ ચિક્કી
  5. સંગમ ચિક્કી

Related posts

હિમાદાસ અને મોહમ્મદ અનસે ચેક ગણરાજ્યમાં લહેરાવ્યો તિરંગો, જીત્યા ગોલ્ડ મેડલ

Path Shah

ચીનમાં પ્રદર્શન પર ઉતર્યા લોકતંત્ર સમર્થક પ્રદર્શનકારી, લાખો લોકોએ રેલી કાઢી કર્યો વિરોધ

Kaushik Bavishi

ડબ્લ્યુટીએ સિનસિનાટી માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેન્ટમાં થયો અપસેટ, બાર્ટીને હરાવી કુઝનેત્સોવા ફાઈનલમાં પહોંચી

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!