VIDEO : રાજકોટમાં ક્રિસમસની ઉજવણીમાં મોટી દુર્ઘટના ટળી, લોકો જીવ બચાવવા ભાગ્યા

રાજકોટમાં ક્રિસમસની ઉજવણી દરમ્યાન ગેસનો ફૂગ્ગો ફૂટતા નાસભાગ મચી ગઈ હતી. યાજ્ઞિક રોડ પર આવેલી દુકાનોની બહાર ગેસના ફૂગ્ગા વેચનારી મહિલાઓ હાર્ટ શેપના ફૂગ્ગા વેચતી હતી તે સમયે દુકાનોની બહાર લગાવેલી લાઈટની ગરમીથી ગેસનો ફૂગ્ગો ફૂટ્યો હતો. જેથી થોડી ક્ષણો માટે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. લોકો જીવ બચાવવા નાસભાગ કરવા લાગ્યા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

WATCH ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter