રાજકોટમાં પીએસઆઈ અને એલઆરડી ભરતમાં છેતરપિંડી મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે… સમગ્ર છેતરપિંડીની ઘટનામાં દિલ્હીનો એક યુવક પણ સામેલ હોવાથી તપાસ માટે પોલીસની એક ટીમ દિલ્હી રવાના થઈ છે.. આરોપી ક્રિષ્ના ભરડવાએ BOBના ગનમેન તરીકે ફરજ બજાવતા હારૂનભાઈ મારફતે ઉમેદવારોનો સંપર્ક કર્યો હતો…આરોપી ક્રિષ્ના ભરડવાએ ઉમિયા ચોકમાં આવેલ ગેલેલીયો હોટેલમાં ઓફિસ રાખી હતી.

જ્યાં રાજકોટના ઉમેદવારો આશિષ, રવિ, મયુર, માધવી, ચિરાગ અને અમિત હોટલમા મળવા ગયા હતા..ત્યાં તમામે પોતાના ડોક્યુમેન્ટ ક્રિષ્નાને સોંપ્યા હતા..આ ઉપરાંત જયદીપ ગઢીયા, બંસીબેન, અરવિંદ, મુન્નાભાઈ, પોરબંદરનો મિલન અને નેહા ચુડાસમા ક્રિષ્ના ભરડવાને હોટેલ નીલકા ઢાબા મળ્યા હતા અને નાણા ચુકવ્યા હતા..ક્રિષ્ના યુવકોને ફસાવવા વૈભવી જીવન જીવતી હતી..અને મિત્ર જૈનિશના ને 11 લાખની કાર ખરીદી હતી.
ત્રણ યુવતી સહિત 12 ઉમેદવારો પાસેથી પોલીસ ભરતીના નામે રૂપિયા ખંખેર્યા હતા…નાણાં આપનાર ઉમેદવારો ઓનલાઇન પરિણામમાં ફેઈલ થતા પોલીસનો સંપર્ક કર્યો હતો… રાજકોટ ગાંધીગ્રામ પોલીસે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
READ ALSO
- રખડતા પશુઓ / ચાલુ વર્ષે ૧૪૮૯૯ રખડતાં ઢોર પકડી ૧.૪ કરોડનો વસૂલાયો દંડ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર
- ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, ગૌતમ અદાણી, કરુણા નંદી અને ખુર્રમ પરવેઝના નામ સામેલ
- સતર્કતા! કોરોના વચ્ચે મંકીપોક્સે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ
- ઇસુદાન ગઢવીએ ધ્રોલમાં આપઘાત કરનારા ખેડૂતના પરિવારજનો સાથે કરી મુલાકાત, આર્થિક સહાય કરવા સરકાર પાસે કરી માંગ
- પ્રેમ કહાનીનો ભયાનક અંત:વલસાડમાં પ્રેમિકાની ગળું દબાવી હત્યા કર્યા બાદ પ્રેમીએ પણ તળાવમાં ઝંપલાવી જિંદગી ટુંકાવી