GSTV

ડ્રગ્સનું લાગ્યું એવું વળગણ કે અંડર 19 ક્રિકેટના સ્ટાર ખેલાડીને ઘર છોડવાનો વારો આવ્યો, જાણો શું છે રાજકોટનો આ ચોંકાવનારો કિસ્સો?

Last Updated on October 21, 2021 by Pritesh Mehta

નશો અને ખાસ કરીને ડ્રગ્સ યુવાધનને બરબાદ કરી રહ્યું છે. ત્યારે રાજકોટમાં અંડર 19 ક્રિકેટ ટૂર્નામેન્ટ રમી ચૂકેલા 23 વર્ષીય યુવાને ડ્રગ્સના કારણે ઘર છોડવાનો વારો આવ્યો છે. આ સમગ્ર કાંડમાં ડ્રગ્સ માફીયાએ ડ્રગ્સના રવાડે ચડેલા યુવકની માતાને ધમકી આપી છેકે પોલીસ સ્ટેશન જશો તો તને અને તારી માને મારી નાખીશું. તો પીડિત યુવકની માતાએ પોલીસ સામે ગંભીર આક્ષેપ કરતા કહ્યું છે કે ડ્રગ્સ માફીયા અને પોલીસની સાંઠગાંઠના કારણે મારા દિકરાની કારકિર્દી બગાડવામાં આવી છે.

તો આ સમગ્ર મામલે રાજકોટ પોલીસ કમિશનરે જણાવ્યું કે અગાઉ આ મહિલાની અરજી મળી હતી જેમાં તેનો પુત્ર અને પુત્રવધૂ એમ. ડી. ડ્રગ્સના રવાડે ચડ્યા છે. આ ઉપરાંત એસઓજી પોલીસે ગુનો નોંધીને તપાસ કરીને ડ્રગ્સ પેડલર મહિલાની ધરપકડ પણ કરાઇ હતી. હાલ આ ડ્રગ્સ પેડલર મહિલા જેલમાં છે જેનો કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.

આ સાથે પોલીસ કમિશનરે કહ્યું કે ત્રણ વર્ષમાં રાજકોટ પોલીસે નાર્કોટિક હેઠળના 50 કેસ નોંધેલા છે. રાજકોટમાં ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થનું વેંચાણ ન થાય તેને લઈને પોલીસ સતર્ક છે. ક્રિકેટર યુવક ગુમ છે તેને શોધવા ટીમો કામ કરી રહી છે. તેમજ આ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે અને કડક કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છેકે ઘર છોડીને જતા રહેલા યુવકની માતાએ કહ્યું કે તે રાજકોટના રૈયાધારે ડ્રગ્સ લેવા જતો હતો. ત્યારે આ અંગે જીએસટીવીએ એસઓજી પીઆઇ સાથે ચર્ચા કરતા તેઓએ ગોળગોળ જવાબો આપ્યા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

યુનિયન બેન્ક છેતરપિંડી મામલો/ CBIની ટીમે રાજકોટ-ઉપલેટામાં પાડ્યા દરોડા, સર્ચમાં હાથ લાગ્યા મહત્વના દસ્તાવેજો

Pritesh Mehta

સુરતમાં યોજાયો વિક્રમી દીક્ષા મહોત્સવ / કુલ ૭૫ લોકોએ સાંસારિક જીવનનો કર્યો ત્યાગ, 14 લોકો કરોડોના આસામી

Pritesh Mehta

BU અને ફાયર સેફટી પર હાઇકોર્ટની કડકાઈ, કહ્યું: જરૂર પડે તો તે ઇમારતો તોડી પાડો, NOC વગરની ઇમારતો સીલ કરો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!