GSTV
Home » News » રાજકોટઃ છોકરીઓ સપ્લાઈ કેસમાં નામખ્યાત શ્યામની ડૉક્ટરની ડિગ્રી વિશે તમે જાણો છો?

રાજકોટઃ છોકરીઓ સપ્લાઈ કેસમાં નામખ્યાત શ્યામની ડૉક્ટરની ડિગ્રી વિશે તમે જાણો છો?

રાજકોટમાં બહુચર્ચિત ડોક્ટર શ્યામ રાજાણી સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. શ્યામ રાજાણી સામે બોગસ ડિગ્રી મામલે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. રાજાણીએ તેના નામનું એમબીબીએસનું ખોટું ડિગ્રી સર્ટિફિકેટ અને રબર સ્ટેમ્બ બનાવ્યા હોવાનો આરોપ છે. વગર ડિગ્રીએ હોસ્પિટલ બનાવીને ખોટી રીતે પ્રેક્ટિસ કરવાના ગુના હેઠળ ફરિયાદ નોંધાઈ છે.

મહત્વનું છે કે રાજકોટમાંથી મયુર મોરી નામનો યુવાન ગુમ થયો હતો જે બાદ પોલીસને મળી આવ્યો. આ યુવાન નકલી ડોકટર શ્યામ રાજાણી સાથે તેના ક્લિનિકમાં કામ કરતો હતો. અને મયુરે નકલી ડોક્ટર વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. મયુરે જણાવ્યું કે તેણે ડોક્ટર શ્યામ રાજાણી પાસે પગાર વધારાની રજૂઆત કરી હતી. તેમજ હોસ્પિટલના સીસીટીવીમાંથી ફોટા પણ પાડ્યા હતા. મયુરે જણાવ્યું કે ચાર લોકોએ તેને કારમાં મળવા આવ્યા હતા જેમા શ્યામ અને તેમના સાગરિતોએ દોઢ કલાક સુધી તેને માર્યો હતો. મયુરે કહ્યું કે તેણે ડોક્ટરના આડા સંબંધો અંગે કોઈને જાણ કરી નહોતી. મયુર છેલ્લા 22 દિવસથી ગુમ હતો અને જ્યારે શ્યામ રાજાણીનો વિડીયો વાયરલ થયો ત્યારે મયુર કચ્છમાં સિમેન્ટ ફેક્ટરીમાં કામ કરતો હતો.

Related posts

આ ક્રિકેટરના ઘરમાં લાગી આગ, અંદર હતાં પત્ની અને બાળકો

Bansari

આ શું, હાથમાં ઓશીકું લઈને એરપોર્ટમાં પહોંચી જાહ્નવી કપૂર! લોકોએ પૂછ્યા અજીબ સવાલ

NIsha Patel

નરેન્દ્ર મોદી જે દેશની મુલાકાતે છે ત્યાં પરવાનગી વિના ફોટો લેનારને 6 મહિનાની સજા અને દેશ નિકાલ કરે છે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!