રાજકોટ જિલ્લા બેંક ચૂંટણીમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાની પેનલે ફોર્મ ભર્યું છે. વિઠ્ઠલભાઈ રાદડીયા વિના પ્રથમવાર આ ચૂંટણી યોજાઈ રહી છે. રાજકોટ જિલ્લા બેંક હંમેશાં ખેડૂતોને પડખે ઉભી રહેતી આવી છે. સૌરાષ્ટ્રમાં વિઠ્ઠલભાઈનો આ બેંકને આધારે જ જનસંપર્ક જળવાઈ રહ્યો હતો. હવે દીકરા જયેશ પર આ ચૂંટણીને બિનહરિફ કરવાની જવાબદારી છે. જોકે, જયેશ રાદડિયા માટે આ ચૂંટણીને સફળ બનાવવી એ પડકાર છે. વિઠ્ઠલભાઈ સમયે વિના પડકારે આ ચૂંટણી બિનહરિફ યોજાઈ જતી હતી. હાલમાં ભાજપમાં જ અંદરો અંદર વિખવાદ થાય તેવી પૂરી સંભાવના છે. જિલ્લા બેંકની ૧૭ બેઠકમાંથી ૧૫ બેઠક બિનહરીફ થશે તેવો દાવો જયેશ રાદડિયાએ કર્યો છે. શહેરની બેઠક પર અરવિંદ તાળા સામે યજ્ઞેશ જોશીએ ફોર્મ ભર્યું છે. જ્યારે જામકંડોરણા બેઠક પરથી લલિત રાદડિયા અને ઈતર બેઠક પરથી જયેશ રાદડિયા ફોર્મ ભર્યું છે. જયેશ રાદડિયાએ આ પ્રંસગે જણાવ્યું હતું કે, સહકારી ક્ષેત્રનું માળખું ખેડૂતો માટે કામ કરતું માળખું છે. રાજકોટ તાલુકાની બેઠકમાં વિજય સખીયા અને ડી.કે સખીયા વચ્ચેની ખેંચતાણમાં શૈલેષ ગઢીયા પર પસંદગી ઉતારવામાં આવી છે. શહેરની બેઠક પર અરવિંદ તાળા સામે યજ્ઞેશ જોશીએ ફોર્મ ભર્યું છે. જામકંડોરણા બેઠક પરથી લલિત રાદડિયા અને ઈતર બેઠક પરથી જયેશ રાદડિયા ફોર્મ ભરશે. જિલ્લા બેંકની આ ચૂંટણીમાં ભાજપનો જૂથવાદ સપાટી પર આવ્યો છે. વિજય સખીયાએ આરોપ મૂક્યો છે કે જિલ્લા ભાજપ મારી સાથે છે. નીતિન ઢાકેચા જૂથના વિજય સખીયા મામલે વિવાદ ગરમાયો છે. મોટા ભાગની બેઠકો બિન હરીફ થવાની શક્યતા છે. પરંતુ રાજકોટ તાલુકાની બેઠકમાં ભાજપનાં જ અમુક આગેવાનોએ બળવો કરતાં જૂથવાદ સામે આવ્યો છે. ભાજપના એક જૂથમાંથી વિજય સખીયાના નામની ઉમેદવારી નોંધાઈ છે. એક બેઠક પર ઉમેદવારીથી બેંકમાં કોઈ સમસ્યા નહીં આવે પણ આગામી દિવસોમાં આ ભડકો બીજી ચૂંટણીઓમાં નડશે એ નક્કી છે. રૂપાણીના હોમટાઉનમાં જ ભાજપના નેતાઓમાં જૂથવાદ સપાટી પર આવ્યો છે.
જયેશ રાદડિયાની પેનલે ફોર્મ ભર્યા
જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોને મુશ્કેલી પડશે ત્યાં બેંક ઉભી રહેશે અને ક્યાંય કોઈ નારાજગી નથી. ડી.કે.સખીયા અમારા ભાજપના જિલ્લાના પ્રમુખ છે. ચૂંટણીમાં અમારી પેનલના ઉમેદવાર જીતશે. રાજકોટ જિલ્લા બેંકની ચૂંટણીમાં આંતરિક જૂથવાદ સામે આવી શકે છે. રાજકોટ તાલુકાની બેઠકમાં શૈલેષ ગઢીયાનું નામ જાહેર થતા વિવાદ થયો છે. એક સમયના સાથી વિજય સખીયા ઉમેદવારી નોંધાવી શકે છે. ભાજપના બે સહકારી જૂથ વચ્ચે વિવાદ જોવા મળી રહ્યો છે. રાદડિયા જૂથના શૈલેષ ગઢીયા ઉમેદવાર તરીક જાહેર કરતા રાજકોટ તાલુકામાં વર્ચસ્વ ધરાવતું હરદેવસિંહ જાડેજાનું જૂથ સામે આવ્યું છે. શૈલેષ ગઢીયા સામે વિજય સખીયાને મેદાનમાં ઉતારવામાં આવે તેવી શક્યતા છે.આગામી દિવસોની અંદર રાજકોટ લોધીકા સંઘ, માર્કેટિંગ યાર્ડ અને ડેરીની ચૂંટણી આવી રહી છે. ત્યારે જિલ્લા સહકારી બેંકની ચૂંટણી સમયે જ ભાજપના બે જૂથો વચ્ચે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે… ત્યારે આગામી દિવસોમાં પ્રધાન જયેશ રાદડીયા શું પરિણામ લાવે છે તેના પર સૌની નજર છે..

- સહકારી ક્ષેત્રનું માળખું ખેડૂતો માટે કામ કરતું માળખુ
- ખેડૂતોને મુશ્કેલી પડશે ત્યાં બેંક ઉભી રહેશે
- ચૂંટણીમાં અમારી પેનલના ઉમેદવાર જીતશે
- ડી.કે. સખીયા અમારા ભાજપ જિલ્લા પ્રમુખ
- ચૂંટણી સમયે ક્યાંય નારાજગી નથી
રાજકોટના સહકારી આગેવાન નીતિન ઢાંકેચા અને હરદેવસિંહ જાડેજાએ પણ જયેશ રાદડિયાની સામે પડ્યા છે. તેમણે જણાવ્યું કે જયેશ ડી.કે.સખીયા અથવા વિજય સખીયાને ચૂંટણીમાં ઉતારાશે. પરંતુ તેમણે વચન ન પાળ્યું. બેઠકમાં પહેલા જિલ્લા ભાજપના પ્રમુખ ડી.કે સખીયા અને વિજય સખીયાનું નામ ચર્ચામાં હતું. પરંતુ કોઇ કારણોસર જયેશ રાદડીયાએ શૈલેષ ગઢીયાને મેદાનમાં ઉતારતાં વિજય સખીયા જૂથમાં ભારે નારાજગી જોવા મળી છે અને વિજય સખીયાએ ઉમેદાવરી ફોર્મ ભર્યું છે.
જિલ્લા બેંકની ચૂંટણીમાં આ ઉમેદવારો ફાયનલ
- 1.જયેશ રાદડિયા-ઇતર બેઠક
- 2.લલિત રાદડિયા-જામકંડોરણા
- 3.શૈલેષ ગઢિયા-રાજકોટ તાલુકો
- 4.મગન વડાવીયા-મોરબી
- 5.ડાયાભાઇ પીપાળીયા-પડધરી
- 6.અરવિંદ તાગડીયા-જસદણ
- 7.પ્રવીણ રૈયાણી-ગોંડલ
- 8.ગોરધન ધામેલીયા-જેતપુર
- 9.વેનુંભાઈ વૈષ્ણવ-ધોરાજી
- 10.હરિભાઈ ઠુમર-ઉપલેટા
- 11.અમૃત વિડજા-માળિયા
- 12.જાવેદ પીરજાદા-વાંકાનેર
- 13.વિરભદ્રસિંહ જાડેજા-લોધિકા
- 14.દલસુખ બોડા- ટંકારા
- 15 ઘનશ્યામ ખાટરીયા
- આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી
- અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું
- VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ
- અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો
- VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત